EPFO/ કર્મચારીઓ આનંદો! 6 કરોડ કર્મચારીઓના એકાઉન્ટમાં PFની મોટી રકમ નાખવામાં આવશે

કર્મચારી ભવિષ્ય સંગઠન (EPF)ના કરોડો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તહેવાર પહેલા કર્મચારીઓના PF એકાઉન્ટમાં 8.5 ટકા વ્યાજ દરથી ચોક્કસ રકમ નાંખવામાં આવશે. લાઈવ મિન્ટના જણાવ્યા પ્રમાણે,  સરકારના બે અધિકારીઓને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું છે કે, સરકાર તરફથી જયારે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોંઘવારી ભથ્થું જમા કરવામાં આવશે, તે સમયે EPFO […]

Top Stories
EPFO કર્મચારીઓ આનંદો! 6 કરોડ કર્મચારીઓના એકાઉન્ટમાં PFની મોટી રકમ નાખવામાં આવશે

કર્મચારી ભવિષ્ય સંગઠન (EPF)ના કરોડો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તહેવાર પહેલા કર્મચારીઓના PF એકાઉન્ટમાં 8.5 ટકા વ્યાજ દરથી ચોક્કસ રકમ નાંખવામાં આવશે.

લાઈવ મિન્ટના જણાવ્યા પ્રમાણે,  સરકારના બે અધિકારીઓને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું છે કે, સરકાર તરફથી જયારે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોંઘવારી ભથ્થું જમા કરવામાં આવશે, તે સમયે EPFO ના વ્યાજ પણ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
EPFO ના કેન્દ્રીય બોર્ડે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે અને તે માટે નાણા મંત્રાલયની પણ મંજૂરી મળી ગઈ છે. જલ્દી જ મંત્રાલય આ પર મહોર લગાવી કર્મચારીઓના ખાતામાં PFની મોટી રકમ જમા કરશે. નાણાંકીય વર્ષ 2020-2021  માટે થઈને આ રકમ 8.5 ટકાના દરથી જમા કરવામાં આવશે.

નોંધનીય છે કે, EPFO જે વ્યાજ આપી રહ્યું છે તે બીજી સ્મોલ સેવિંગ્સ કરતા વધારે છે . જનરલ પ્રોવિડન્ટ ફંડ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1 ટકા વ્યાજ મળે છે. જયારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. અત્યારે EPFO ધરાવતા કર્મચારીઓની સંખ્યા છ કરોડથી વધારે છે અને કુલ ફંડના 15 ટકા ઇક્વિટીના રોકાણ કરે છે અને બાકી અન્ય જગ્યાએ નાંખે છે.

તમે ઈચ્છો તો તમે મિસ્ડ કોલ દ્વારા પણ આપનું EPF બેલેન્સ જાણી શકો છો. આ માટે તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો છે.