IND vs SA/ સેન્ચુરિયનમાં પહેલીવાર એશિયન ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

અગાઉ આ મેદાન પર રમાયેલી બંને મેચમાં ભારતીય ટીમને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે.

Sports
સેન્ચુરિયનમાં પહેલીવાર એશિયન ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
  • સેન્ચ્યુરિયન ટેસ્ટમાં ભારતનો 113 રને વિજય
  • ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ
  • દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ
  • દક્ષિણ આફ્રિકાને 305 રનનો લક્ષ્ય આપ્યો હતો
  • ભારત તરફથી સમી-બુમરાહે 3-3 વિકેટ ઝડપી
  • સિરીજ- અશ્વિનના ફાળે 2-2 વિકેટ આવી

ભારતીય ક્રિકેટ ટીમે સેન્ચુરિયનમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ આ મેદાન પર રમાયેલી બંને મેચમાં ભારતીય ટીમને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. એશિયન ક્રિકેટની મહાન ટીમો પાકિસ્તાન અને શ્રીલંકા પોતાની ટોચ પર હોવા છતાં ક્યારેય આવી સિદ્ધિ હાંસલ કરી શકી નથી.

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી 80.77 છે

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવવી કેટલી મોટી ઉપલબ્ધિ છે, તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે કે આ મેદાન પર યજમાનોની જીતની ટકાવારી 80.77 (ભારતની મેચ પહેલા) છે. સેન્ચુરિયનને દક્ષિણ આફ્રિકાનો સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે. અહીં યજમાન ટીમે 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે અને માત્ર 2માં હારનો સામનો કરવો પડ્યો છે. કોઈપણ ઘરેલું સ્થળ પર કોઈપણ ટીમ દ્વારા આ શ્રેષ્ઠ રેકોર્ડ છે.

દક્ષિણ આફ્રિકામાં રમાયેલી 7 શ્રેણી પહેલા દરેક વખતે હાથ ખાલી રહ્યા હતા

દક્ષિણ આફ્રિકામાં ભારતીય ક્રિકેટ ટીમની આ આઠમી ટેસ્ટ શ્રેણી છે. આ પહેલા રમાયેલી છ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક ટેસ્ટ શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ. દરેક વખતે અનુભવીઓથી સજેલી ભારતીય ટીમ પૂરી તાકાત સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ, પરંતુ દરેક વખતે તેમના હાથ ખાલી રહ્યા. આ વખતે અશક્ય દેખાતા સેન્ચુરિયનના કિલ્લામાં ઘૂસ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી જીત પર ટકેલી છે. જો ભારતીય ટીમ આ લય સાથે રમશે તો આ વખતે તેનું આ સપનું ચોક્કસ સાકાર થશે.

ગુજરાત / કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?Omicrone / ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…