Not Set/ IND vs WI, 1st T20/ ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા ફિલ્ડીંગનો કર્યો નિર્ણય

હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, સંજુ સેમસન ભારતની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે મનીષ પાંડે અને કુલદીપ યાદવ પણ આજની મેચ રમી રહ્યા નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચોની ટી-20 શ્રેણીની પહેલી મેચ […]

Top Stories Sports
images 2019 12 06T185401.173 IND vs WI, 1st T20/ ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા ફિલ્ડીંગનો કર્યો નિર્ણય

હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, સંજુ સેમસન ભારતની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે મનીષ પાંડે અને કુલદીપ યાદવ પણ આજની મેચ રમી રહ્યા નથી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચોની ટી-20 શ્રેણીની પહેલી મેચ હૈદરાબાદનાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. સીરીઝ શરૂ થતા પહેલા શિખર ધવન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. જણાવી દઇએ કે, ભારતે આ વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝની મુલાકાત લીધી હતી. ભારતે આ ટૂર પર વન ડે માં 3-0, ટી-20 માં  2-0 અને ટેસ્ટમાં 2-0 થી શ્રેણી જીતી હતી.

ભારતની ટીમ

રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઇન્ડિઝની ટીમ

લેન્ડલ સિમન્સ, એવિન લેવિસ, બ્રાન્ડન કિંગ, શિમરોન હેટીમર, કિરોન પોલાર્ડ (કેપ્ટન), દિનેશ રામદિન (વિકેટકીપર), જેસન હોલ્ડર, હેડન વાલ્શ, શેલ્ડન કોટ્રેલ, કેસરિક વિલિયમ્સ, ખ્રી પિયરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.