કેપ્ટન વિરાટ કોહલી (51*) અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (53*) ની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ શનિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટનાં ત્રીજા દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. એન્ટિગાનાં સર વિવિયન રિચાર્ડસમાં રમાઈ રહેલી મેચમાં ભારતે તેની બીજી ઇનિંગ્સમાં સ્ટમ્પ સુધી ઇનિગ્સમાં 72 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા છે. પ્રથમ બેટિંગનાં આધારે ભારતીય ટીમે 75 રનની લીડ મેળવી હતી. આ રીતે, તેણે કુલ લીડ 260 રનની કરી દીધી છે. ભારતીય ટીમ મેચનાં ચોથા દિવસે જોરદાર પ્રદર્શન કરશે તેની પૂરી સંભાવનાઓ રાખવામાં આવી રહી છે કારણ કે તેની પાસે મોટી લીડ છે અને તેની 6 વિકેટ પણ બાકી છે.

પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઇનિંગ્સમાં 297 રનમાં સમેટાઇ ગઈ હતી, આ દરમિયાન અજિંક્ય રહાણેએ સર્વોચ્ચ 81 રન બનાવ્યા હતા અને કેમાર રોચે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિગ્સમાં જવાબ આપવા માટે આની હતી અને 222 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ રીતે, ભારતને પ્રથમ ઇનિગ્સનાં આધારે 75 રનની લીડ મળી હતી.

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 75 રનની લીડ મેળવી લીધા બાદ બીજી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જ્યા મયંક અગ્રવાલ (16) અને કેએલ રાહુલ 30 રન બનાવી સામાન્ય શરૂઆત કરી હતી. ત્યારે વેસ્ટ ઇન્ડીઝનાં ઓફ સ્પિનર રોસ્ટન ચેસે અગ્રવાલને એલબીડબ્લ્યુ કરી ટીમ ઈન્ડિયાને જોરદાર ઝટકો આપ્યો હતો.

મયંક અગ્રવાલનાં આઉટ થયા બાદ કેએલ રાહુલ (38) એ પુજારા સાથે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. જો કે આ ભાગીદારી વધુ રન ન બનાવી શકી અને રોસ્ટન ચેઝે રાહુલને આઉટ કરી તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલ સ્વીપ શોટ રમવા ગયો અને પોતાની વિકેટ ગુમાવી બેઠો. રાહુલ ફરી એકવાર સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં સફળ રહ્યો નહીં. ટૂંક સમયમાં, કેમાર રોચે ટીમ ઈન્ડિયાનાં ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (25)ને આઉટ કરી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.
Good comeback from #TeamIndia with Rahane & Virat scoring 50s each. 185/3 at Stumps on Day 3 – Lead by 260 runs #WIvIND 👌🏻👏🏻👏🏻 pic.twitter.com/VguhBB1XEj
— BCCI (@BCCI) August 24, 2019
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધી ટીમ ઈન્ડિયાને કોઈ નુકસાન થવા દીધું ન હતું અને બંને બેટ્સમેનોએ વિન્ડિઝ બોલરોને ટકવા દીધા નહોતો. કોહલી અને રહાણેએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. રહાણેએ 128 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની 19 મી અડધી સદી ફટકારી હતી. તે જ સમયે, કેપ્ટન વિરાટ કોહલીએ 105 બોલમાં બે ચોક્કાની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની 21 મી અડધી સદી પૂરી કરી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે બે જ્યારે કેમર રોચને એક સફળતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
