Not Set/ Independence Day : ભારતની શાન છે રાષ્ટ્રીય ધ્વજ, જાણો તેને લહેરાવવાનો નિયમ અને કાયદો

15 ઓગષ્ટનાં રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત આ વખતે 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. 15 ઓગષ્ટ 1947 માં બ્રિટીશ શાસનથી સ્વતંત્રતા મળ્યા બાદથી 15 ઓગષ્ટ લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વતંત્રતા દિવસનાં દિવસે દેશનાં વડા પ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. આ દિવસને ભારતભરમાં ધ્વજવંદન સમારોહ, પરેડ અને સાંસ્કૃતિક […]

India

15 ઓગષ્ટનાં રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત આ વખતે 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. 15 ઓગષ્ટ 1947 માં બ્રિટીશ શાસનથી સ્વતંત્રતા મળ્યા બાદથી 15 ઓગષ્ટ લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વતંત્રતા દિવસનાં દિવસે દેશનાં વડા પ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. આ દિવસને ભારતભરમાં ધ્વજવંદન સમારોહ, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં કેટલાક નિયમો છે? અને કોઈપણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેના પર કાર્યવાહી કરી શકાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ત્રિરંગો લહેરાવવા સંબંધિત નિયમો અને કાયદા વિશે જણાવીશું.

  1. રાષ્ટ્રધ્વજને હંમેશા સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ લહેરાવી શકાય છે.
  2. ત્રિરંગાને ક્યારેય પણ ઝુકાવવામાં આવતો નથી અને તે જમીન પર પણ મૂકવામાં આવતો નથી. હુકમ બાદ જ સરકારી ઇમારતો પર ધ્વજ અડધો ઝુકાવીને લહેરાવી શકાય છે.
  3. ભારતનો ધ્વજ ક્યારેય પણ પાણીમાં ન ડૂબાડી શકાય, ધ્વજને કોઈપણ રીતે નુકસાન પહોચાડી શકાય નહી. ધ્વજનાં કોઈપણ ભાગને બાળી નાખવો, નુકસાન પહોંચાડવો ઉપરાંત, મૌખિક અથવા શાબ્દિક રીતે તેનું અપમાન કરવા પર ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
  4. ત્રિરંગાનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈ ગુણોત્તર 3: 2 હોવી જોઈએ.
  5. ત્રિરંગો હંમેશાં સુતરાઉ, રેશમ અથવા ખાદીનો હોવો જોઈએ.
  6. કેસરીયા રંગને નીચે તરફ ફેરવીને ત્રિરંગો લહેરાવવો ખોટું છે.
  7. હંમેશા ઉચ્ચત્તમ સ્થળે ત્રિરંગો લહેરાવવો જોઈએ.
  8. કોઈ પણ પ્રોગ્રામમાં ત્રિરંગાનો ઉપયોગ ટેબલને ઢાકવા અથવા મંચને સજાવવા માટે કરવામાં આવતો નથી.
  9. ત્રિરંગો ક્યારેય પણ ગંદો-ફાંટેલો લહેરાવી શકાય નહી.
  10. ત્રિરંગાનું કાપડ બનાવીને તેને પહેરી શકાય નહી. અન્ડરગાર્મેન્ટ, રૂમાલ અથવા ગાદી વગેરે બનાવીને ત્રિરંગાનો ઉપયોગ કરવો ત્રિરંગાનું અપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.