Not Set/ PM મોદીનાં દુનિયાનાં સૌથી તાકતવર વ્યક્તિ બનવા પાછળનાં 10 કારણ

ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી બ્રિટીશ હેરાલ્ડના રિડર્સ પોલમાં દુનિયાની સૌથી તાકતવર વ્યક્તિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીની આ ઐતિહાસિક અને વૈશ્વિક ઉપલબ્ધિ પાછળ ક્યાં 10 કારણ છે જે તેમને દુનિયાભરનાં સૌથી તાકતવાર વ્યક્તિ બનાવે છે? આવો જાણીએ….. અસરકારક અને ઝડપી નિર્ણયો : નોટબંધી, જીએસટી, સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક જેવા નિર્ણયો લેતા સમયે નરેન્દ્રભાઈ મોદીએ ક્યારેય […]

Top Stories India
aav 7 PM મોદીનાં દુનિયાનાં સૌથી તાકતવર વ્યક્તિ બનવા પાછળનાં 10 કારણ

ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી બ્રિટીશ હેરાલ્ડના રિડર્સ પોલમાં દુનિયાની સૌથી તાકતવર વ્યક્તિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીની આ ઐતિહાસિક અને વૈશ્વિક ઉપલબ્ધિ પાછળ ક્યાં 10 કારણ છે જે તેમને દુનિયાભરનાં સૌથી તાકતવાર વ્યક્તિ બનાવે છે? આવો જાણીએ…..

અસરકારક અને ઝડપી નિર્ણયો : નોટબંધી, જીએસટી, સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક જેવા નિર્ણયો લેતા સમયે નરેન્દ્રભાઈ મોદીએ ક્યારેય પણ રાજનૈતિક નફા-નુકશાનનું ધ્યાન રાખ્યું નથી. ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દા પર નરેન્દ્રભાઈ મોદીનાં ઝડપી અને અસરકારક નિર્ણયો તેમને સૌથી અલગ બનાવે છે.

આતંકવાદ મુદ્દે કડક વલણ : નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાન પર સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરી ઈંટનો જવાબ પથ્થરથી આપી સાબિત કરી આપ્યું કે, તેઓ આતંકવાદ મુદ્દે ક્યારેય નરમ વલણ નહીં અપનાવે. નરેન્દ્રભાઈ મોદીને ફક્ત દેશમાંથી જ નહીં દુનિયાભરમાંથી આંતકવાદનાં મુદ્દે વૈશ્વિક સમર્થન પ્રાપ્ત થયું છે. જેથી દેશ-દુનિયામાં તેમની છબી મજબૂત-વિશ્વસનીય બની છે.

વિદેશનીતિ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિદેશી દેશો સમક્ષ ભારતનો પક્ષ મજબૂતીથી રાખવામાં સફળ સાબિત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ જેવી વૈશ્વિક નેતાઓની સામે તે દબાણ અનુભવ નથી કરતા, તેઓ ખૂબજ સરળતા અને સહજતાથી વૈશ્વિકકક્ષાએ પોતાનો મત રજૂ કરે છે. વિશ્વનાં દેશોને એક સાથે લઈને ચાલવાની તેમની વિચારધારાનો સૌએ સ્વાગત કરતા તેઓ વૈશ્વિક નેતાની ખ્યાતી પામ્યા છે.

દેશવાસીઓનો વિશ્વાસ : દુનિયામાં કોઈપણ વ્યક્તિ ત્યારે જ તાકતવર બની શકે જ્યારે તે વ્યક્તિ સાથે તેના દેશના લોકોનો વિશ્વાસ હોય. ભારતનાં લોકોને નરેન્દ્રભાઈ મોદી પર પૂર્ણ વિશ્વાસ છે. ઉજ્જવલા યોજના, આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન-ધન યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, મુદ્રા યોજના, આવકવેરા છૂટ સીમા વધારીને ૫ લાખ કરવા જેવા અનેક નિર્ણયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં લેવાથી જનસમૂહમાં તેમના પ્રત્યે વિશ્વસનીયતા વધી છે.

પ્રામાણિક નિષ્કલંક વ્યક્તિત્વ : નરેન્દ્રભાઈ મોદીની કથની અને કરનીમાં જરા પણ અંતર નથી જે તેમની સૌથી મોટી સારી વાત છે. તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી, જે કહે છે તે કરીને બતાવે છે એટલું જ નહીં તેઓ એટલી પ્રામાણિકતા, નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ કરે છે કે, કોઈપણ વ્યક્તિ કહી શકે કે, નરેન્દ્રભાઈ મોદીની દેશસેવા કે વ્યક્તિત્વ પર સવાલ-શંકા ન કરી શકાય. આ બાબત તેમના માટે સૌથી મોટું હકારાત્મક પાસું સાબિત થયું છે.

અનુશાસિત જીવનશૈલી : નરેન્દ્રભાઈ મોદીની સફળતાના પાછળ તેમની અનુશાસિત જીવનશૈલી પણ જવાબદાર છે. તેઓ પોતાની દિનચર્યા કે કામકાજ પ્રત્યે ક્યારેય ઉણા-ઓછા ઉતરતા નથી. મોદીજી સવારે 5 વાગ્યે ઉઠીને યોગ કરે છે સાથે ઓફિસમાં પણ પૂરો સમય આપે છે. તેઓ ખાન-પાન અને સ્વાસ્થ્ય અંગેનું ધ્યાન રાખે છે. તેમના ચેહરા પર હમેશા તાજગી જ જોવા મળે છે. તેઓ ક્યારેય થાકતા કે હતાશ-નિરાશ થતા નથી જે પણ એક રહસ્ય હોય તેમના શક્તિશાળી બનવા પાછળનું એક મહત્વનું કારણ છે.

વકૃત્વ કૌશલ : નરેન્દ્રભાઈ મોદીની સૌથી મોટી ખાસિયત તેમનું વકૃત્વ કૌશલ એટલે કે ભાષણ આપવાની કળા છે. તે તેમના ભાષણોમાં હમેશા આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે તેમની સામે રહેલો શ્રોતાવર્ગ તેમની વાતથી પૂરી રીતે સહેમત થાય અથવા તેમની વાત સમજે. આ જ કારણે જ્યારે મોદીજી વિભિન્ન સભાઓ અને આયોજનમાં ભાષણ આપે છે ત્યારે મોદી-મોદીની ગૂંજ સંભળાય છે. નરેન્દ્રભાઈ પોતાની વાત તો તર્કપૂર્ણ રીતે કહે જ છે પરંતુ એ વાતનું પણ પૂરું ધ્યાન રાખે છે કે સામે રહેલા લોકોને શું સાંભળવું પસંદ છે.

મજબૂત આર્થિક પગલા : ભારતને આર્થિક ક્ષેત્રમાં મહાસત્તા બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા મજબૂત આર્થિક પગલા પણ તેમને શક્તિશાળી બનાવવા પાછળનું એક કારણ છે. નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અર્થતંત્રને મજબૂત બનાવવા મક્કમતાથી જે પગલા લીધા છે તેના લીધે ભારતનું અર્થતંત્ર મજબૂત બની તે આર્થિક ક્ષેત્રમાં વૈશ્વિક મહાસત્તા બનવા તરફ તો અગ્રેસર છે જ સાથોસાથ તેનો સીધો લાભ નરેન્દ્રભાઈ મોદીને વ્યક્તિગત મળ્યો છે. જેને લીધે તેમણે એક સારા અર્થશાસ્ત્રી તરીકેની નામના મેળવી છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબન : ભારત હવે સંરક્ષણ મામલે વિદેશી દેશો પર નિર્ભર નથી. નરેન્દ્રભાઈ મોદીએ દેશને સંરક્ષણ દેશમાં સ્વાવલંબી બનાવી વૈશ્વિક કક્ષાએ ભારતની સાથોસાથ પોતાની આંતરિક શક્તિનો પરિચય આપી દીધો છે. હવે ભારત ખુદ સંરક્ષણ સાધનો બનાવવા અને ટેકનોલોજી વિકાસવવા સક્ષમ રાષ્ટ્ર બની ગયું છે જેથી દેશની સાથે પ્રધાનમંત્રીની ઓળખ પણ શક્તિશાળી બની છે.

મેક ઈન ઈન્ડિયા : નરેન્દ્રભાઈ મોદીનો મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદીની તમામ શક્તિનો પરિચય આપનાર છે. એક વ્યક્તિ, એક વિચાર, એક દેશ ધારે તો શું ન કરી શકે? એક સમયે દરેક બાબતે અન્ય દેશો પર નિર્ભર રહેનાર દેશ આજે દુનિયાનો સૌથી મોટો નિકાસકર્તા દેશ બન્યો છે જે પાછળ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તાકાતનાં દર્શન થાય છે. મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા નરેન્દ્રભાઈ મોદી વિશ્વનાં સૌથી શક્તિશાળી વ્યક્તિનાં રૂપમાં વૈશ્વક કક્ષાએ પ્રોજેક્ટ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.