Video/ વિધાનસભામાં પોર્ન ફિલ્મ જોઈ રહ્યા હતા BJP MLA, પાછળથી કોઈએ બનાવ્યો વીડિયો, હવે થઈ રહ્યો છે વાયરલ

વિધાનસભામાં રાજ્યના બજેટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. આ વીડિયો જાદવ લાલ નાથની પાછળ બેઠેલા કોઈએ શૂટ કર્યો હતો.

India Trending
પોર્ન

ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય કથિત રીતે પોતાના ફોન પર પોર્ન જોતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની વ્યાપક ટીકા થઈ રહી છે. આ વીડિયો ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યની બાગબાસા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય જાદવ લાલ નાથનો છે.

અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિધાનસભામાં રાજ્યના બજેટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. આ વીડિયો જાદવ લાલ નાથની પાછળ બેઠેલા કોઈએ શૂટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્પીકર અને અન્ય ધારાસભ્યો બોલી રહ્યા હતા, ત્યારે જાદવ લાલ નાથ વીડિયો ક્લિપ્સને સ્ક્રોલ કરી રહ્યાં છે, થોભાવી રહ્યાં છે અને તેમના ફોન પર જે અશ્લીલ ક્લિપ્સ દેખાય છે તે જોઈ રહ્યાં છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે ધારાસભ્ય પાસેથી ખુલાસો માંગ્યો છે અને તેમને સમન્સ પાઠવ્યા છે. જાદવ લાલ નાથે હજુ સુધી આરોપો અથવા વીડિયો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્ર પૂરું થતાં જ તેઓ વિધાનસભા પરિસરમાંથી નીકળી ગયા હતા.

આ પહેલીવાર નથી જ્યારે ભાજપના કોઈ નેતા જાહેર સ્થળે પોર્ન જોતા પકડાયા હોય. વર્ષ 2012માં પણ કર્ણાટકની તત્કાલિન ભાજપ સરકારના બે મંત્રીઓને રાજ્યની વિધાનસભાની અંદર તેમના ફોન પર અશ્લીલ ક્લિપ્સ જોયા બાદ રાજીનામું આપવાની ફરજ પડી હતી. મંત્રીઓ લક્ષ્મણ સાવડી અને સી.સી. પાટીલ તપાસમાં નિર્દોષ હોવાનું બહાર આવતા પક્ષ દ્વારા બાદમાં તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:વિમાન નિર્ધારિત સમય કરતા વહેલા ઉપડતા 15થી વધુ મુસાફરો ફલાઇટ ચૂકી ગયા, ભારે હોબાળો

આ પણ વાંચો:હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ,જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ચાઇનાની ધિરાણ આપતી એપ પર EDની મોટી કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

આ પણ વાંચો: રાહુલ ગાંધી મામલે પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર કર્યા પ્રહાર કહ્યું..