Not Set/ આંધ્ર પ્રદેશના કૂરનુંલમાં પથ્થરની ખાણમાં Blast, 15 મજૂરોનાં મોત

આંધ્રપ્રદેશના કૂરનુંલ જિલ્લામાં એક ભયાનક દૂર્ઘટના બનવા પામી છે. જેમાં કવોરી (પથ્થરની ખાણ) પાસે મોટો બ્લાસ્ટ (Blast) થવાના કારણે 15 મજૂરોના મોત નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સાથે જ ઘણાં મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે. મજૂરોના મૃતદેહો બોમ્બ બ્લાસ્ટના કારણે જ્યાં […]

Top Stories India Trending
15 dead and Several injured Stone quarry Blast in Kurnool of Andhra Pradesh

આંધ્રપ્રદેશના કૂરનુંલ જિલ્લામાં એક ભયાનક દૂર્ઘટના બનવા પામી છે. જેમાં કવોરી (પથ્થરની ખાણ) પાસે મોટો બ્લાસ્ટ (Blast) થવાના કારણે 15 મજૂરોના મોત નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સાથે જ ઘણાં મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે. મજૂરોના મૃતદેહો બોમ્બ બ્લાસ્ટના કારણે જ્યાં ત્યાં પડ્યા હતાં. જો કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો શકે છે.

આ ઘટના અંગે એક તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આ ઘટનામાં માર્યા ગયેલા તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હતાં અને અહીંયા કામ માટે આવ્યાં હતાં. આ વિસ્ફોટ તે સમયે થયો જ્યારે અલુરૂ મંડળ અંતર્ગત હાથી બેલગલમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી.

આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘પથ્થર તોડવા માટે વપરાતા સાધનમાં વિસ્ફોટ થયો તે સમયે અહિયાં ઓછામાં ઓછા 20 મજૂરો કામગીરી કરી રહ્યા હતાં. અચાનક થયેલા આ વિસ્ફોટના કારણે શ્રમિકો ફસાઇ ગયા હતા અને તેના કારણે બચવા માટે નાસભાગ મચી જવા પામી હતી.’

આ ઘટનાના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તથા નેતા વાય. એસ. જગનમોહન રેડ્ડીએ આ દૂર્ઘટના પર પોતાની શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આંધ્રપ્રદેશના કૂરનુંલમાં પથ્થરની ખાણમાં થયેલા વિસ્ફોટને કારણે સ્થાનિક લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે.