Black Hornet Drone/ ભારતીય સેનામાં જોડાયું અત્યાધુનિક ‘બ્લેક હોર્નેટ ડ્રોન’, જાણો કેમ છે ખાસ

આ બ્લેક હોર્નેટ ડ્રોનનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરીમાં દેખરેખ માટે કરવામાં આવી રહ્યો છે.

India Trending Breaking News
Mantavyanews 18 ભારતીય સેનામાં જોડાયું અત્યાધુનિક 'બ્લેક હોર્નેટ ડ્રોન', જાણો કેમ છે ખાસ

ભારતીય સેનાએ તેના કાફલામાં ‘આતંકીઓનો કાળ’ નામથી જાણીતા ‘બ્લેક હોર્નેટ ડ્રોન’નો સમાવેશ કર્યો છે. આ દેશનું સૌથી નાનું ડ્રોન હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ બ્લેક હોર્નેટ ડ્રોનનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરીમાં દેખરેખ માટે કરવામાં આવી રહ્યો છે.

સર્વેલન્સ ઉપરાંત બ્લેક હોર્નેટ ડ્રોનનો ઉપયોગ રૂમ ઈન્ટરવેન્શન અને રેકેટ દરમિયાન પણ કરવામાં આવે છે. નાના કદના આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુશ્મનની નજરથી છટકી શકે છે અને તેને કોઈપણ રડાર દ્વારા શોધી શકાતું નથી. તેના નાના કદના કારણે, તે આંખના પલકારામાં તેનું મિશન પૂર્ણ કરીને પરત આવે છે. હાલમાં આ ડ્રોનનો ઉપયોગ વિશેષ દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

mqdefault ભારતીય સેનામાં જોડાયું અત્યાધુનિક 'બ્લેક હોર્નેટ ડ્રોન', જાણો કેમ છે ખાસ

બ્લેક હોર્નેટ નેનો ડ્રોન ઉત્તમ એન્જિનિયરિંગનો નમૂનો છે

બ્લેક હોર્નેટ નેનો ડ્રોન માનવરહિત (UAV) છે, જે સર્વેલન્સ અને દુશ્મનોને જડબા તોડ જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે કદ અને પ્રકાશમાં ખૂબ જ નાનું છે. આ ડ્રોન હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ છે. આ ડ્રોન દ્વારા રિયલ ટાઈમમાં ડેટા અને ઈન્ટેલિજન્સ એકત્ર કરી શકાય છે.

બ્લેક હોર્નેટ ડ્રોન નોર્વેની કંપની પ્રોક્સ ડાયનેમિક્સ એએસ દ્વારા બનાવવામાં આવ્યું છે. તે 2016 માં FLIR સિસ્ટમ્સ પાસેથી $134 મિલિયન (11,13,41,06,900 રૂપિયા) માં હસ્તગત કરવામાં આવ્યું હતું. ડ્રોનને 2011માં રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

બ્લેક હોર્નેટ 3 તેનું લેટેસ્ટ વર્જન છે. આ ડ્રોનની કિંમત 1.6 કરોડ રૂપિયા છે. તેનું વજન 1.16 ઔંસ છે અને તે 6.6 ઇંચ લાંબુ છે. આ ડ્રોન 13.42 mphની ઝડપે 25 મિનિટ સુધી ઉડી શકે છે. આ ડ્રોન 2 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરી શકે છે અને 10 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ ડ્રોન પર દિવસ, રાત, તોફાન, વરસાદની કોઈ અસર થતી નથી.

આ ડ્રોન યુઝરને લાઈવ હાઈ-ડેફિનેશન વિઝ્યુઅલ અને થર્મલ વીડિયો મોકલી શકે છે. હાલમાં ભારત સિવાય અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, નોર્વે અને યુક્રેન બ્લેક હોર્નેટ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: NIA Raids/ ISIS ભરતી મામલે આ રાજ્યોમાં NIAના દરોડા!

આ પણ વાંચો: Pak Terrorism/ ‘મેડ ઇન ચાઇના’ના અત્યાધુનિક ઉપકરણોની મદદથી ભારતમાં ત્રાટકતા પાકના આતંકવાદીઓ

આ પણ વાંચો:Pak Terrorism/ ‘મેડ ઇન ચાઇના’ના અત્યાધુનિક ઉપકરણોની મદદથી ભારતમાં ત્રાટકતા પાકના આતંકવાદીઓ