Not Set/ નીરવ મોદી સ્ટાઈલમાં OBC બેન્કની સાથે ૧૫૫ કરોડની છેતરપીંડી, FIR નોંધાઈ

નવી દિલ્હી, હરિયાણાની લાકડાંની એક કંપની પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી)ની સાથે ૧૫૫ કરોડની છેતરપીંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલ એફઆઈઆર અનુસાર, કંપનીએ કથિત રીતે બેંક બુકમાં ઉલ્લેખ કર્યા વિના ફંડ ટ્રાન્સફરની માટે ઇન્ટરનેશનલ બેન્કિગ મેસેજનો ઉપયોગ કરીને સિંગાપુરમાં પોતાની સહાયક કંપનીની સ્વીકૃત ક્રેડિટ સીમાઓ (મર્યાદાઓ)માં હેરફેર કરીને બેન્કની સાથે છેતરપીંડી કરી […]

India
obc bank 01 7 1519443083 296516 khaskhabar નીરવ મોદી સ્ટાઈલમાં OBC બેન્કની સાથે ૧૫૫ કરોડની છેતરપીંડી, FIR નોંધાઈ

નવી દિલ્હી,

હરિયાણાની લાકડાંની એક કંપની પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી)ની સાથે ૧૫૫ કરોડની છેતરપીંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલ એફઆઈઆર અનુસાર, કંપનીએ કથિત રીતે બેંક બુકમાં ઉલ્લેખ કર્યા વિના ફંડ ટ્રાન્સફરની માટે ઇન્ટરનેશનલ બેન્કિગ મેસેજનો ઉપયોગ કરીને સિંગાપુરમાં પોતાની સહાયક કંપનીની સ્વીકૃત ક્રેડિટ સીમાઓ (મર્યાદાઓ)માં હેરફેર કરીને બેન્કની સાથે છેતરપીંડી કરી છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ની સાથે જેવી રીતે હીરાના વેપારી નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ છેતરપીંડી કરી હતી તેવી જ રીતે આ છેતરપીંડી કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમ,ટી.પી.એલ.એ આયાતી લાકડાંનો વેપાર અને કવરમાં લગાવીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓબીસી અને બેંક ઓફ બરોડાના એક સંઘની સાથે ૨૪૨.૦૯ કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાઓનો લાભ ઉઠાવ્યો છે. બેન્કને સ્વીકૃત રોકડ ક્રેડિટ સીમાને વધારીને ઓબીસી સાથે છેતરપીંડી કરવામાં આવી છે.

ઓબીસીની ફરિયાદના આધારે સીબીઆઈએ મહેશ ટિમ્બર પ્રાઈવેટ લિમિટેડ (એમ.ટી.પી.એલ.)ના નિર્દેશકો અશોક મિત્તલ અને નિશા મિત્તલ, બેન્કના વરિષ્ઠ પ્રબંધક સુરેન્દ્ર કુમાર રંગાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિનિયર મેનેજર સુરેન્દ્ર કુમાર રંગાને બરખાસ્ત (બરતરફ) કરી દેવામાં આવ્યા છે.