Not Set/ પુલવામામાં સેનાનું મોટું ઓપરેશન,જૈશના કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

પુલવામા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન પુરજોશમાં ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. સર્ચ ઓપરેસન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. […]

Top Stories India
tq 2 પુલવામામાં સેનાનું મોટું ઓપરેશન,જૈશના કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર
પુલવામા,
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન પુરજોશમાં ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. સર્ચ ઓપરેસન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે.
માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે.પુલવામા હુમલામાં મુદ્દસિરનો મોટો રોલ હતો. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદ જોઈન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો.
રક્ષા પ્રવક્તાએ આ માહિતી આપતા કહ્યું હતું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના પિંગલીશમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું. તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું. સુરક્ષા દળોની વળતી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદી ઢેર થઇ ગયાં. હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી રાખી છે. આતંકવાદીઓના મૃતદેહ પાસે AK-47 રાઇફલો અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના 2 આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલાં પર આતંકી હુમલા પછી સેના અને રાજ્ય પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારી દીધું છે. જ્યારે 4 માર્ચે ત્રાલમાં પણ સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા હતા. સેનાએ આ આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તે ઘર જ ઉડાવી દીધું હતું.