Not Set/ હેવાનીયત હવે હદ વટાવે છે,ઇન્દોરમાં 4 વર્ષની માસૂમની રેપ કરી હત્યા કરી દેવાઈ

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે રેપ કરી જીવતી સળગાવી દીધા બાદ સમગ્ર દેશમાં ઉશ્કેરાટ છે. આ હોવા છતાં બળાત્કારના કેસ અટકવાનું નામ નથી લઇ રહ્યા. મધ્ય પ્રદેશમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષની માસૂમ બાળકીનો બળાત્કાર કર્યા પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની તપાસ શરૂ […]

India
Child rape હેવાનીયત હવે હદ વટાવે છે,ઇન્દોરમાં 4 વર્ષની માસૂમની રેપ કરી હત્યા કરી દેવાઈ

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે રેપ કરી જીવતી સળગાવી દીધા બાદ સમગ્ર દેશમાં ઉશ્કેરાટ છે. આ હોવા છતાં બળાત્કારના કેસ અટકવાનું નામ નથી લઇ રહ્યા. મધ્ય પ્રદેશમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષની માસૂમ બાળકીનો બળાત્કાર કર્યા પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ઈન્દોર જિલ્લાના મહૂમાં 4 વર્ષની માસૂમ માતા-પિતા સાથે રસ્તાની બાજુ સૂતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ સૂઈ રહેલી બાળકીને ત્યાંથી છૂપી રીતે ઉપાડી લીધી હતી. ત્યારબાદ તેઓ તેને નજીકના ખંડેરમાં લઈ ગયા.

અહીં આરોપીઓએ નિર્દોષ બાળકી પર બળાત્કાર જ નહીં કર્યો, પણ ગળું દબાવીને હત્યા કરી હતી. સોમવારે સવારે બાળકીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકીના માતાપિતા મજૂરી કામ કરે છે. પોલીસ સ્ટેશનના પ્રભારી અભય વર્માએ જણાવ્યું કે, તે તેના માતાપિતા સાથે ઓવરબ્રીજ નીચે સૂઈ રહી હતી. તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બળાત્કારની પુષ્ટિ કરે છે.

શરીર પર ઊંડા ઘા

ડોકટરોને તેના શરીર પર ઊંડા ઘા પણ મળ્યાં હતાં. માનવામાં આવે છે કે બળાત્કાર અને હત્યા પહેલા આરોપીઓએ નિર્દયતાથી માર માર્યો હતો. પોલીસને આશંકા છે કે આ કેસમાં એક કરતા વધુ વ્યક્તિ સંડોવાયેલા હોઈ શકે છે અને તે પરિવારના પરિચિતો હોઈ શકે છે.

સીસીટીવી ફૂટેજ શોધી રહી છે પોલીસ

પોલીસે હાલમાં પીડિતાના માતા-પિતા અને નજીકમાં રહેતા લોકોનું નિવેદન નોંધ્યું છે. આરોપીને શોધવા સીસીટીવી ફૂટેજ પણ શોધવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.