મુંબઈ: મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે સાંજે ESIC કામદાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ આગ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે ૧૦૮ થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.
આ આગની ઘટનામાં દાઝેલાઓ પૈકીના સાત જણાંને ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક ગણાવાય રહી છે. જયારે 30 વ્યક્તિઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં અને ૪૦ વ્યક્તિને હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કૂપર હોસ્પિટલમાં ૧૫ વ્યક્તિને જયારે જોગેશ્વરીમાં આવેલી પી. ઠાકરે હોસ્પિટલમાં ૨૩ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે.
Mumbai: 1 person has died in the fire that broke out at ESIC Kamgar Hospital in Andheri earlier today. 47 persons rescued till now. Further rescue operation underway. 10 fire tenders conducting firefighting operations. 1 Rescue van, 16 ambulances also present pic.twitter.com/pknta0DH4l
— ANI (@ANI) December 17, 2018
આ ESIC કામદાર હોસ્પિટલમાં આગ ક્યા કારણોસર લાગી છે, તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ લાગતાની સાથે હોસ્પિટલમાં રહેલા તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
આ આગને કાબુમાં લેવા માટે ૧૦થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહી છે.
