Not Set/ દેશમાં નોટબંધી બાદ સૌથી વધુ Gujarat માંથી રૂ. 5.94 કરોડની નકલી નોટ પકડાઈ

નવી દિલ્હી: નોટબંધી બાદ સમગ્ર દેશમાંથી રૂ. 13.8 કરોડથી વધુની નકલી ચલણી નોટો જપ્ત થઈ છે. આ નકલી નોટોની જપ્તીમાં ફક્ત એકલાં ગુજરાત (Gujarat) માંથી સૌથી વધુ રૂ. 5.94 કરોડથી વધુની રકમની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, […]

Top Stories Ahmedabad Gujarat India Business
fake notes દેશમાં નોટબંધી બાદ સૌથી વધુ Gujarat માંથી રૂ. 5.94 કરોડની નકલી નોટ પકડાઈ

નવી દિલ્હી: નોટબંધી બાદ સમગ્ર દેશમાંથી રૂ. 13.8 કરોડથી વધુની નકલી ચલણી નોટો જપ્ત થઈ છે. આ નકલી નોટોની જપ્તીમાં ફક્ત એકલાં ગુજરાત (Gujarat) માંથી સૌથી વધુ રૂ. 5.94 કરોડથી વધુની રકમની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) પાસેથી ઉપલબ્ધ આંકડા મુજબ તા. 9 મી નવેમ્બર 2016 થી આ વર્ષે 30 મી જૂન સુધીમાં રૂ. 13.87 કરોડના મૂલ્યની નકલી નોટો નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદેથી જપ્ત કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાદ ઉત્તરપ્રદેશમાંથી રૂ. 2.19 કરોડની, પશ્ચિમ બંગાળમાંથી રૂ. 2 કરોડની અને મિઝોરમ રૂ. એક કરોડની રકમની નકલી ચલણી નોટો જપ્ત કરવાની સાથે ટોચ પર રહ્યા છે.

નકલી ચલણી નોટોનું દૂષણને ડામવા એફસીઓઆરડીની રચના

સમગ્ર દેશમાંથી નકલી ચલણી નોટોનું ઉત્પાદન અને વિતરણનું દૂષણ દૂર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓમાં માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એફઆઈસીએન કોઓર્ડિનેશન ગ્રૂપ (એફસીઓઆરડી)ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત એનઆઈએમાં પણ ટેરર ફંડિંગ અને નકલી ચલણી નોટોના કેસોની તપાસ માટે ટેરર ફન્ડિંગ એન્ડ ફેક કરન્સી સેલ (ટીએફએફસી)ની પણ રચના કરવામાં આવી છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં નકલી ચલણી નોટો પકડાવાના પ્રમાણમાં ધરખમ વધારો

દેશભરમાંથી નકલી ચલણી નોટો પકડાવા અવારનવાર કિસ્સાઓ સામે આવે છે. દેશમાંથી નકલી ચલણી નોટો પકડાવાના કિસ્સાઓમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં નકલી ચલણી નોટો પકડાઈ છે તેના આંકડા અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

– વર્ષ 2014-15માં  રૂ. 5,94,446

– વર્ષ 2015-16માં  રૂ. 6,32,926

– વર્ષ 2016-17માં  રૂ. 7,62,072