Asia Cup 2023/ ભારતીય ટીમે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી,

Asia Cup Top Stories Sports
Mantavyanews 36 ભારતીય ટીમે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

એશિયા કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને આસાનીથી હરાવીને એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું. ભારતે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને માત્ર 51 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સાધારણ લક્ષ્યાંક માત્ર 37 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 19 બોલમાં 27 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને ઈશાન કિશન 18 બોલમાં 23 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: CWC/ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નેતાઓએ આપી ખાસ સલાહ

આ પણ વાંચો: Monsoon Alert/ ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર