Test series/ અંતિમ ટેસ્ટમાં આફ્રિકા સામે ભારત 223 રનમાં આેલઆઉટ,વિરાટની કેપ્ટન ઇનિંગ્સ

કોહલીએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. તેના સિવાય ચેતેશ્વર પૂજારાએ 43 રન બનાવ્યા હતા.

Sports
AFRICA અંતિમ ટેસ્ટમાં આફ્રિકા સામે ભારત 223 રનમાં આેલઆઉટ,વિરાટની કેપ્ટન ઇનિંગ્સ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે અને ભારતે પ્રથમ દાવમાં 223 રનના આધારે 206 રનની લીડ મેળવી લીધી છે. દિવસની રમતના અંતે યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં એક વિકેટના નુકસાને 17 રન બનાવ્યા હતા. એડન માર્કરામ (8*) અને નાઈટ વોચમેન કેશવ મહારાજ (6*) રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.ટેસ્ટના પ્રથમ દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોહલીએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. તેના સિવાય ચેતેશ્વર પૂજારાએ 43 રન બનાવ્યા હતા.

આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેએલ રાહુલ (12) અને મયંક અગ્રવાલ (15) ખાસ કરી શક્યા ન હતા. પૂજારાએ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. આ પછી કેપ્ટને રિષભ પંત સાથે 113 બોલમાં પાંચમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. કોહલી-પુજારા સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારત માટે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને સમગ્ર ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્કો જેન્સનને પણ ત્રણ વિકેટ મળી હતી.

ભારતના 223 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. જોહાનિસબર્ગ ટેસ્ટનો હીરો કેપ્ટન ડીન એલ્ગર ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પૂજારાના હાથે જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો