Not Set/ ‘થાડ’ નહીં ખરીદવાથી અમેરિકા નારાજ, ભારત કેમ એસ-400ની ડીલ લોક કરશે,જાણી લો

નવી દિલ્લી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રશિયાના પ્રેસીડન્ટ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. આ મુલાકાત પછી ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ […]

Top Stories India Trending
thaad vs s 400 'થાડ' નહીં ખરીદવાથી અમેરિકા નારાજ, ભારત કેમ એસ-400ની ડીલ લોક કરશે,જાણી લો

નવી દિલ્લી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રશિયાના પ્રેસીડન્ટ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. આ મુલાકાત પછી ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે.

જો કે બીજી તરફ ભારત રશિયાની આ ડિફન્સ ડીલથી અમેરિકા નારાજ છે કેમ કે તે ઇચ્છે છે કે ભારત રશિયાનું એસ-400ના બદલે તેમની પાસેથી થાડ (ટર્મિનલ હાઇ ઓલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ) સિસ્ટમ ખરીદે.અમેરિકાએ ભારત પર થાડ ખરીદવા માટે દબાણ કર્યું હતું પરંતું ભારતે એસ-400 ખરીદવા પર જ મન બનાવી લીધું છે.

એસ-400 અને થાડ એન્ટી બેલેસ્ટીક મિસાઇલ સિસ્ટમ છે.

એસ-400 અને થાડ બંનેમાં એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે પરંતું બંનેની મારક ક્ષમતામાં ઘણું અંતર છે.એસ-400 300 કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરી શકે છે તો થાડની રેન્જ 200 કિલોમીટરની છે.એસ-400 મિસાઇલ એકસાથે 100 જેટલા હવાઇ ખતરાઓને ઓળખી શકે છે.થાડ સિંગલ લેયર ડિફેન્સ પ્રણાલી પર કામ કરે છે.એસ-400 એક સાથે ત્રણ મિસાઇલ દાગી શકે છે અને તેનું નિશાન અચુક મનાય છે.

એટલું જ નહીં એસ-400 એક સાથે 36 જગ્યાઓ પર નિશાન તાકી શકે છે,જ્યારે થાડમાં એક જ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે જે એક કોઇ એક ટાર્ગેટને જ નિશાન પર લઇ શકે છે.

થાડ 3,000 કિલોમીટર પ્રતિ સેકંડથી ગતિથી આવનાર ટાર્ગેટને ભેદી શકે છે તો એસ-400 4,800 મીટર પ્રતિ સેકંડથી આવનાર ટાર્ગેટને તબાહ કરી શકે છે.