Not Set/ ભારત-અમેરિકન રોમિયોએ ઉડાવી ચીનની ઉંઘ, હવે પ્રશાંત મહાસાગરમાં ભારતનો દબદબો

ભારતીય નૌસેનામાં રોમિયો સામેલ થવાના અહેવાલથી ચીનની ચિંતા વધી ગઈ છે. રોમિયોનુ શીર્ષક વાંચીને તમને પણ લાગશે કે  આખરે આ રોમિયો છે કોણ, અને તેના કારણે ચીનનું ટેન્શન કેમ વધી ગયું છે. તો ચાલો જાણીએ આ અમેરિકન મહેમાન રોમિયો વિશે.જેને મેળવવા માટે ભારત દાયકાથી  આતુર હતું અને હવે ભારતે આ અમેરિકન રોમિયોને મેળવી લીધો છે. […]

India
Romeo submurine ભારત-અમેરિકન રોમિયોએ ઉડાવી ચીનની ઉંઘ, હવે પ્રશાંત મહાસાગરમાં ભારતનો દબદબો

ભારતીય નૌસેનામાં રોમિયો સામેલ થવાના અહેવાલથી ચીનની ચિંતા વધી ગઈ છે. રોમિયોનુ શીર્ષક વાંચીને તમને પણ લાગશે કે  આખરે આ રોમિયો છે કોણ, અને તેના કારણે ચીનનું ટેન્શન કેમ વધી ગયું છે. તો ચાલો જાણીએ આ અમેરિકન મહેમાન રોમિયો વિશે.જેને મેળવવા માટે ભારત દાયકાથી  આતુર હતું અને હવે ભારતે આ અમેરિકન રોમિયોને મેળવી લીધો છે.

અમેરિકાના મલ્ટિ રોલ એમએચ-60 રોમિયો સી હોક એક હેલિકોપ્ટર છે અને હવે આ હેલિકોપ્ટર ભારતીય નૌસેના પણ જોવા મળશે. ભારતીય માંગને જોતા અમેરિકાએ આ માંગણી પૂર્ણ કરવા હકાર ભણી દીધો છે.  આ જાણકારીને  અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે.  ટ્રમ્પ પ્રશાસને  મંગળવારે  જાણ કરી હતી કે  તેણે ભારતને આ હેલિકોપ્ટર આપવા માટે મંજૂરી આપી છે.

નોંધનીય છે કે આ હેલિકોપ્ટરને કારણે ભારતીય રક્ષા દળોની તાકાતમાં વધારો થશે. ખાસ કરીને સબમરિનની સુરક્ષા માટે. રક્ષા ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે  આ સોદાની કિંમત 200 કરોડ ડોલર એટલે કે આશરે 14,400 કરોડ રૂપિયા હોઈ શકે છે. અમેરિકન વિદેશ વિભાગે પોતાની અધિસૂચનામાં જણાવ્યું હતું કે  આ  વેચાણથી  ભારત-અમેરિકાના રણનીતિક સંબધોને એક નવી દિશા મળશે.  અને બંને દેશોના સંબંધો મજબૂત થશે.  આ સોદો અમેરિકન વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને અનુરૂપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે  આ સોદાથી ભારત પ્રશાંત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા,શઆંતિ અને  આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ શક્તિ બનશે.

જે રીતે પ્રશાંત તથા દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ચીનની દખલ વધી રહી છે તે જોતા ભારત અને અમેરિકાની ચિંતામાં વધારો થયો છે.  જોકે  ભારતીય નૌસેનામાં આ હેલિકોપ્ટર સામેલ થતા એક સૈન્ય સંતુલન સ્થપાશે. ભારતીય નૌ સેના એક દાયકાથી આ હેલિકોપ્ટરની માંગ કરી રહી હતચી. અને ગત વર્ષે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ  માઇક પેંસ તથા પ્રધાનમંત્રી મોદી વચ્ચે થયેલી સિંગાપુર બેઠકમાં આ સોદા અંગે હકારાત્ક વલણ જોવા મળ્યું હતું. બેઠકમાં દ્વિપક્ષીય રક્ષા સંબંધોનો મામલો ટોચ પર હતો. અને પ્રધાનમંત્રી મોદીએ ભારતની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા રોમિયો હેલિકોપ્ટરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારથી એક આશા હતી કે ખૂબ જલદી આ હેલિકોપ્ટર ભારતીય નૌ સેનામાં સામેલ થશે.

આ છે રોમિયોની વિશેષતા

આ એન્ટિ સબમરિન હેલિકોપ્ટરને જહાજ, યુદ્ધ વિમાન અને વિમાન વાહક દ્વારા ઓપરેટ કરી શકાય છે. રોમિયો અમેરિકાનું સૌથી એડવાન્સ એન્ટિ સબમરિન હેલિકોપ્ટર છે અને સબમરિન પર તે અચૂક નિશાન સાધે છે. આ હેલિકોપ્ટર અમેરિકન  નેવીમાં પણ સામેલ છે. રોમિયો વિશ્વનું સૌથી ઉન્નત સમુદ્રી હેલિકોપ્ટર છે વિમાનની ડિઝાઇન અને ક્ષમતા ભારતીય સશસ્ત્ર બળને અનુરૂપ છે