Not Set/ આ કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબા આપશે રાજીનામું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબા રાજીનામું આપવા માટે તૈયાર થઇ ગયા છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રતન સમ્માન પાછા લેવાની માંગ સંબંધી તેમણે આ પ્રસ્તાવનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. શુક્રવારે તેમણે કહ્યું હતું કે તેઓ એમએલએ પદ પરથી રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. https://twitter.com/LambaAlka/status/1076169781324251136 અલ્કા લાંબાએ કહ્યું હતું કે હું […]

Top Stories India Trending Politics
Alka lamba IE આ કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબા આપશે રાજીનામું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબા રાજીનામું આપવા માટે તૈયાર થઇ ગયા છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રતન સમ્માન પાછા લેવાની માંગ સંબંધી તેમણે આ પ્રસ્તાવનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. શુક્રવારે તેમણે કહ્યું હતું કે તેઓ એમએલએ પદ પરથી રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે.

https://twitter.com/LambaAlka/status/1076169781324251136

અલ્કા લાંબાએ કહ્યું હતું કે હું પાર્ટીના પ્રસ્તાવ સાથે સહમત નથી જેને લઈને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. હું એ વાતથી સહમત નથી કે રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રતન એવોર્ડ પાછો લઇ લેવામાં આવે. હું મારા નિર્ણય પર અડગ રહીશ. આના માટે મારે જે પરિણામ ભોગવવું પડશે તેના માટે હું તૈયાર છુ.

વધુમાં તેમણે કહ્યું હતું કે કેજરીવાલ એવું ઇરછે છે કે હું રાજીનામું આપી દઉં. હું તેમની પાર્ટીની ટીકીટ પર ચૂંટણી જીતી હતી આ કારણે હું રાજીનામું આપવા માટે જઈ રહી છુ.

તેમણે ટ્વીટ કર્યું છે કે આજે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીને જે ભારત રત્નનું સમ્માન આપવામાં આવ્યું છે તેને પાછું લઇ લેવામાં આવે. મને મારા ભાષણમાં આ વાતનું સમર્થન કરવા માટે કહેવામાં આવ્યું હતું જે મને મંજુર નથી. હું સદનમાંથી નીકળી ગઈ. આ માટે મને જે સજા મળશે તેના માટે હું તૈયાર છુ.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ ધારસભ્ય અલ્કાએ પીટીઆઈને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને માત્ર એક કામ માટે ભારત રત્ન નથી મળતો. દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય તેની સેવા કરી હોય તેમને આ સમ્માન આપવામાં આવે છે. રાજીવ ગાંધીએ દેશ માટે જે બલિદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી ન શકાય.

ઉલ્લેખનીય છે કે દિલ્લી વિધાનસભામાં શુક્રવારે આપ પાર્ટીના બે ધારાસભ્યએ સીખ હિંસા મામલે રાજીવ ગાંધીને આપેલું ભારત રત્નનું સમ્માન પાછુ લઇ લેવાની કેન્દ્ર સરકાર સાથે માંગ કરી હતી અને તેનો પ્રસ્તાવ વિધાનસભામાં મુક્યો હતો.