Not Set/ પીએમ મોદી જે સીડીઓ પરથી લપસ્યા હતા તેને તોડી પાડી ફરી બનાવવામાં આવશે

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અટલ ઘાટની સીડીઓ પરથી પીએમ નરેન્દ્ર મોદી ગબડી પડ્યા હતા તેને ફરીથી બનાવવામાં આવશે.ગયા અઠવાડિયે નમામિ ગંગે પ્રોજેક્ટની બેઠક માટે કાનપુર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સીડીઓ પર પડી ગયા હતા હવે આ પગથિયાને તાત્કાલિક ધોરણે તોડીને એક સમાન બનાવવામાં આવશે. અગાઉ પણ ઘણા બધા લોકો પગથિયા પરથી પડી ચૂક્યા છે.અટલ ઘાટ […]

Top Stories India
Untitled 159 પીએમ મોદી જે સીડીઓ પરથી લપસ્યા હતા તેને તોડી પાડી ફરી બનાવવામાં આવશે

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અટલ ઘાટની સીડીઓ પરથી પીએમ નરેન્દ્ર મોદી ગબડી પડ્યા હતા તેને ફરીથી બનાવવામાં આવશે.ગયા અઠવાડિયે નમામિ ગંગે પ્રોજેક્ટની બેઠક માટે કાનપુર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સીડીઓ પર પડી ગયા હતા

હવે આ પગથિયાને તાત્કાલિક ધોરણે તોડીને એક સમાન બનાવવામાં આવશે. અગાઉ પણ ઘણા બધા લોકો પગથિયા પરથી પડી ચૂક્યા છે.અટલ ઘાટ પ્રોજેક્ટને એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત આ સીડીઓને ફરી બનાવવામાં આવશે.

શહેરમાં તમામ ઘાટ અને સ્મશાન નામામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્દેશ પર આ કંપનીએ બનાવ્યા છે.એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડના પ્રતિનિધિ તનવીરે કહ્યું કે, આદેશ મળતા જ અમે અટલ ઘાટ પરના આ પગથિયાને તોડી દઈશું અને તેનું ફરીથી નિર્માણ કરીશું.

તનવીરે જણાવ્યું કે અટલ ઘાટનું જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે આરતી કરવા માટે આવનારા કેટલાક શ્રદ્ધાળુઓએ પગથિયાઓની ઉંચાઈ વધારે રાખવાનો આગ્રહ કર્યો હતો કે જેથી તેઓ આ પગથિયાઓ પર બેસીને પૂજા કરી શકે. પરંતુ હવે જ્યારે આ પગથિયા બનાવી દેવામાં આવ્યા છે તો ઘાટના ઉપરી વિસ્તારમાં 30 વર્ગફૂટના વિસ્તારમાં બે પગથિયાની ઉંચાઈ બદલવા અને શ્રદ્ધાળુઓને બેસવા માટે બીજી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.