Not Set/ નવજાત મૃત બાળકીને દફનાવી રહ્યો હતો પિતા, ખાડો ખોદતાં મળી ‘સીતા’

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મામલો બરેલીનો છે, જ્યાં એક ઘટનાથી લોકો ચોંકી ગયા છે. બરેલીના કબ્રસ્તાનમાં ખોદકામ દરમિયાન જમીનની અંદર માટલામાંથી એક જીવતી માસૂમ મળી, જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા. સીબીગંજના નિવાસી હિતેશકુમારની પત્ની વૈશાલી મહિલા નિરીક્ષક છે. ગર્ભાવસ્થા દરમિયાન, તેણીએ અકાળ […]

India
aaaaaaaaaaaa 11 નવજાત મૃત બાળકીને દફનાવી રહ્યો હતો પિતા, ખાડો ખોદતાં મળી 'સીતા'

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મામલો બરેલીનો છે, જ્યાં એક ઘટનાથી લોકો ચોંકી ગયા છે. બરેલીના કબ્રસ્તાનમાં ખોદકામ દરમિયાન જમીનની અંદર માટલામાંથી એક જીવતી માસૂમ મળી, જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા.

સીબીગંજના નિવાસી હિતેશકુમારની પત્ની વૈશાલી મહિલા નિરીક્ષક છે. ગર્ભાવસ્થા દરમિયાન, તેણીએ અકાળ બાળકીને જન્મ આપ્યો, જેનું થોડા સમય પછી મૃત્યુ થયું. મૃતક બાળકીને દફનાવવા માટે પરિવાર સ્મશાનમાં ખાડો ખોદી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ ફૂટ ઊંડા ખાડામાં એક ઘડામાં જીવતી બાળકી મળી આવી હતી.

બાળકને રડતા જોઇને લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે બાળકીનું નામ સીતા રાખ્યું હતું. રામાયણ અનુસાર, મિથિલાના રાજા જનકને ખેતરમાં ખેડતા સીતા માતાને એક માટલાંમાંથી મળ્યા હતા.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે છોકરીને આવા ખાડામાં કોણે દફનાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ ટીમોએ આ અમાનવીય કૃત્ય કરનાર પરિવારની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.