Not Set/ ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાએ આપી જીતની ભેટ, ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઇડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી છે. શિવમ દૂબે ટિમ સાઉદીની બોલિંગમાં છક્કો મારી ભારતને જીત અપાવી. રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સાત વિકેટથી પરાજિત કરી પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી […]

Top Stories Sports
India won ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાએ આપી જીતની ભેટ, ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઇડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી છે. શિવમ દૂબે ટિમ સાઉદીની બોલિંગમાં છક્કો મારી ભારતને જીત અપાવી.

ICC ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાએ આપી જીતની ભેટ, ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સાત વિકેટથી પરાજિત કરી પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 132 રન બનાવ્યા હતા. ભારતે 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 135 રન બનાવી દીધા હતા. ભારતે પહેલી મેચ છ વિકેટે જીતી હતી. પ્રથમ મેચમાં ભારતે છ બોલ બાકી રહેતાં મેચ જીતી હતી, જ્યારે આ વખતે એટલે કે બીજી મેચમાં 15 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી હતી. આ શ્રેણી પાંચ મેચની છે. હવે, બે દિવસનાં અંતરે 29 જાન્યુઆરીએ, ત્રીજી મેચ રમાશે.

આ પહેલા ટીમ ઈન્ડિયાને 133 નો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ આસાનીથી મેળવી લીધો હતો. જણાવી દઇએ કે, મેચને ભારતે 7 વિકેટે જીતી સીરીઝમાં ન્યૂઝીલેન્ડને બેકફુટ પર લાવી દીધુ છે.

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી મેચમાં યજમાનોને છ વિકેટે હરાવ્યા હતા. ભારત હવે શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી લીધી છે અને આ મેચમાં જીત મેળવી ભારત સીરઝ જીત તરફ અગ્રેસર બન્યુ છે.

ભારત:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ:

કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કુગ્લેજિન, કોલિન મુનરો, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ બ્રુસ, ડાર્લી મિશેલ, મિશેલ સેંટનર, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), હામિશ બેનેટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, બ્લેર ટિકનેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.