Not Set/ બિહાર : દિલ્હી આવી રહેલી બ્રહ્મપુત્ર એક્સ્પ્રેસમાં લાગી આગ, ભાગલપુર-પટના રુટ પર ટ્રેન સંચાલન ખોરવાયું

દિલ્હીથી ડિબ્રુગઢ વચ્ચે દોડતી ટ્રેન બ્રહ્મપુત્ર મેલમાં આગ લાગી ગઈ છે. બિહારના ભાગલપુર-પટના રેલ્વે બ્લોક પર જમાલપુર જંકશન નજીક આ ઘટના બની છે. આગ બાદ આ માર્ગ પરની ટ્રેન સંચાલન ખોરવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે જ્યારે ડિબ્રુગઢથી દિલ્હી આવી રહેલી ટ્રેન જ્યારે  જમાલપુર અને કીઉલ જંકશન વચ્ચે પસાર થઈ રહી હતી […]

India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 10 બિહાર : દિલ્હી આવી રહેલી બ્રહ્મપુત્ર એક્સ્પ્રેસમાં લાગી આગ, ભાગલપુર-પટના રુટ પર ટ્રેન સંચાલન ખોરવાયું

દિલ્હીથી ડિબ્રુગઢ વચ્ચે દોડતી ટ્રેન બ્રહ્મપુત્ર મેલમાં આગ લાગી ગઈ છે. બિહારના ભાગલપુર-પટના રેલ્વે બ્લોક પર જમાલપુર જંકશન નજીક આ ઘટના બની છે. આગ બાદ આ માર્ગ પરની ટ્રેન સંચાલન ખોરવાયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે જ્યારે ડિબ્રુગઢથી દિલ્હી આવી રહેલી ટ્રેન જ્યારે  જમાલપુર અને કીઉલ જંકશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે દશરથપુર અને ધરહરા વચ્ચે સારોબાગ હોલ્ટ નજીક ટ્રેન બોગીમાં આગ લાગી હતી. આગ ટ્રેનના જેનરેટર યાન વાળી બોગીમાં લાગી છે.

આગ બાદ મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. ખાસ વાત એ રહી છે કે  આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. આગને કારણે આ માર્ગ પર ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે અને રેલ્વે ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.