Not Set/ દેશની ઈ-કોમર્સ કંપનીનાં ખાતાઓની તપાસની હિલચાલ તેજ બની

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જીએસટી હેઠળ રચાયેલ નફાખોરી વિરોધી સ્કોડ (પેનલ) હવે દેશભરમાં સક્રિય થશે. આ પેનલ દ્વારા ઈ-કોમર્સ કંપનીઓના ખાતાઓની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે અને આડકતરા વેરા વિભાગના વડાને પત્ર પણ લખવામાં આવ્યો છે. આ અગાઉ નફાખોરી વિરોધી સ્કોડ દ્વારા ફલીપકાર્ટના કેસના આધાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઓની તપાસ કરવાની ભલામણ કરવામાં […]

Top Stories India Trending Business
Start the investigation of the accounts of the country's e-commerce company

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જીએસટી હેઠળ રચાયેલ નફાખોરી વિરોધી સ્કોડ (પેનલ) હવે દેશભરમાં સક્રિય થશે. આ પેનલ દ્વારા ઈ-કોમર્સ કંપનીઓના ખાતાઓની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે અને આડકતરા વેરા વિભાગના વડાને પત્ર પણ લખવામાં આવ્યો છે.

આ અગાઉ નફાખોરી વિરોધી સ્કોડ દ્વારા ફલીપકાર્ટના કેસના આધાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઓની તપાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

આ સ્કોડે ફ્લિપકાર્ટને 7500 જેટલા કેસોમાં રિફંડ આપવાના સર્ટિ જારી કરવાની પણ સૂચના આપી છે. દેશના સમગ્ર ઈ-કોમર્સ ઉદ્યોગની તપાસ કરવાની જરૂરિયાત છે તેવી પણ ભલામણ કરવામાં આવી છે.

જો કે, સરકારી ખાતાઓમાં પણ આ મુદ્દા પર અનેક મતભેદો પ્રવર્તે છે. કેટલાંક વિભાગો દ્વારા આવી તપાસ કરવાનો ઈનકાર પણ કરી દેવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં જ દેશની તમામ ઈ-કોમર્સ કંપનીઓના ખાતાઓની તપાસ શરુ થાય તેવું લગભગ નિશ્ચિત જણાય રહ્યું છે.