Not Set/ કર્ણાટકના પૂર્વ સીએમના જમાઈ અને CCDના માલિક સિદ્ધાર્થ ગુમ,માથે છે 7 હજાર કરોડનું દેવું

કેફે કોફી ડે (સીસીડી) ના માલિક વી.જી. સિદ્ધાર્થ મંગળવારે સવારે અચાનક ગાયબ થઇ ગયા હતા. તેઓ સોમવારે  મેંગલુરૂ ગયા હતા, સાંજે 6.30 વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ ગુમ થયા અને હજી સુધી મળ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, રાજ્યના મોટા નેતા સતત તેમના સસરા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ. એમ. કૃષ્ણને મળ્યા છે. […]

Top Stories India
wefcgwedo 1 કર્ણાટકના પૂર્વ સીએમના જમાઈ અને CCDના માલિક સિદ્ધાર્થ ગુમ,માથે છે 7 હજાર કરોડનું દેવું

કેફે કોફી ડે (સીસીડી) ના માલિક વી.જી. સિદ્ધાર્થ મંગળવારે સવારે અચાનક ગાયબ થઇ ગયા હતા. તેઓ સોમવારે  મેંગલુરૂ ગયા હતા, સાંજે 6.30 વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ ગુમ થયા અને હજી સુધી મળ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, રાજ્યના મોટા નેતા સતત તેમના સસરા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ. એમ. કૃષ્ણને મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીસીડી પર 7000 કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું.

મળતી જાણકારી અનુસાર ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના CFO સાથે ફોન 56 સેકેંડ સુધી વાત કરી હતી. જેમાં તેમણે તેમના CFO ને કંપનીનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. જયારે તેઓ તેમના CFO સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ખુબ જ નિરાશ હતા. CFO સાથે વાત કર્યા બાદ તેઓએ તેમનો ફોન સસ્વીચ ઓફ કરી દીધો હતો.

पुलिस अभी भी कर रही है तलाश

પોલીસ હજુ પણ તેમની શોધ કરી રહી છે. ડોગ સ્ક્વોડની મદદ લેવામાં અવી રહી છે. જે બ્રિજથી તે ગાયબ થયા છે, ત્યાંથી લગભગ 600 મીટરની દૂરી પર સમુદ્ર છે અને સોમવારે રાત્રે  હાઈ ટાઇડ પણ આવ્યો હતો

જ્યારથી વીજી સિદ્ધાર્થની ગુમ થવાની વાત સામે અવી છે, ત્યારથી એસ.એમ. કૃષ્ણના સહિત સંપૂર્ણ પરિવાર પરેશાન છે. ગુમ થયેલ સિદ્ધાર્થની શોધ માટે દક્ષિણ કન્નડ પોલીસ ગલી ગઈ છે. સિદ્ધાર્થ જે જગ્યાએથી ગુમ થયા છે, ત્યાં એક એક નદી છે, જેમાં પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.