Not Set/ શેલ્ટર હોમ રેપ કેસ : નીતીશ કુમાર સામે સીબીઆઇના તપાસ આપતી કોર્ટ

પટના, બિહારના મુઝફ્ફરપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપૂરમાં બાળકીઓ માટેના શેલ્ટર ગૃહમાં થયેલી જાતીય સતામણીના કેસમાં સી.એમ. નિતીશકુમાર વિરુદ્ધ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ પૉક્સો કોર્ટ દ્વારા સીબીઆઈને આ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે સમાજ કલ્યાણ વડા સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલીન ડીએમ ધર્મેશ સિંહ વિરુદ્ધ પણ તપાસ થશે. […]

Top Stories India
yyo 12 શેલ્ટર હોમ રેપ કેસ : નીતીશ કુમાર સામે સીબીઆઇના તપાસ આપતી કોર્ટ

પટના,

બિહારના મુઝફ્ફરપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપૂરમાં બાળકીઓ માટેના શેલ્ટર ગૃહમાં થયેલી જાતીય સતામણીના કેસમાં સી.એમ. નિતીશકુમાર વિરુદ્ધ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ પૉક્સો કોર્ટ દ્વારા સીબીઆઈને આ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે સમાજ કલ્યાણ વડા સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલીન ડીએમ ધર્મેશ સિંહ વિરુદ્ધ પણ તપાસ થશે.

આપને જણાવી દઈએ કે મુઝફ્ફરપુરના શેલ્ટર હોમમાં રેપ કેસમાં ધરપકડ કરવામાં આવેલ ડોક્ટર અશ્વિનીએ તેના વકીલ દ્વારા અરજી દાખલ કરી એવી માગણી કરી હતી કે મુખ્યમંત્રી નીતીશ કુમાર, સમાજ કલ્યાણના મુખ્ય સચિવ અતુલ પ્રસાદ અને ત્યારબાદ ડીએમ ધર્મેન્દ્ર સિંહની ભૂમિકાની તપાસ કરવામાં આવે.

અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે શેલ્ટર હોમમાં બાળકીઓનું શોષણ થતું હોવાનો રિપોર્ટ હોવા છતાં નીતિશ કુમારની સરકારે તેને સહાય આપવાનું ચાલુ રાખ્યું હતું.વર્ષ 2013 થી બાલિકા ગૃહને સરકાર દ્રારા નિયમિત ચુકવણી કરવામાં આવી હતી. પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે મિલીભગત અને વહીવટી હસ્તક્ષેપ વિના તે શક્ય ન હતું. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ નિયમિત તપાસમાં બાલિકા ગૃહના ઓપરેશનના કેસમાં ક્લીન ચીટ આપતા હતા.

ડોક્ટર અશ્વીની પર આરોપ છે કે તેઓ બાળકીઓને નશાયુક્ત ઇંજેક્શન આપતા હતા એ પછી તેમની પર રેપ થતો હતો.આ શેલ્ટર હોમ પર ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સે ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો જેમાં એવું સામે આવ્યું હતું કે બાળકીઓ પર રેપ થયો છે.

સીએમ નીતીશ કુમારના સામે પોક્સો કોર્ટ દ્રારા આપવામાં આવેલ તપાસના આદેશ મામલે નવો મોડ આવી ગયો છે. સ્પષ્ટપણે, હવે આ કિસ્સામાં, અદાલતની કડક વલણ પછી, બિહારની રાજકારણમાં ઉકળવાની શક્યતા છે.