Not Set/ ISRO ચીફ : સોફ્ટ લેન્ડિંગની આતુરતાથી જોવાતી રાહ, રાત રચશે ઇતિહાસ

ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ માટે આજે ઐતિહાસિક પળ છે. આજે રાતના દોઢ થી અઢી વાગ્યા સુધી ચંદ્રયાન-2 લેન્ડિંગ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. દરેક જણ આ ‘સોફ્ટ લેન્ડિંગ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિક્રમ લેન્ડરના ઉતરાણના સાક્ષી થવા માટે ઇસરોના કેન્દ્રમાં ખુદ હાજર રહેશે. આ ઐતિહાસિક ક્ષણના કલાકો પહેલા ભારતીય અવકાશ સંશોધન […]

Top Stories India

ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ માટે આજે ઐતિહાસિક પળ છે. આજે રાતના દોઢ થી અઢી વાગ્યા સુધી ચંદ્રયાન-2 લેન્ડિંગ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. દરેક જણ આ ‘સોફ્ટ લેન્ડિંગ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિક્રમ લેન્ડરના ઉતરાણના સાક્ષી થવા માટે ઇસરોના કેન્દ્રમાં ખુદ હાજર રહેશે.

આ ઐતિહાસિક ક્ષણના કલાકો પહેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના ચીફ કે સિવાનએ કહ્યું કે આપણે એવી જગ્યાએ ઉતરવા જઈ રહ્યા છીએ જ્યાં પહેલા કોઈ નહોતું ગયું. ‘સોફ્ટ લેન્ડિંગ’ અંગે અમને વિશ્વાસ છે. અમે રાત્રિની રાહ જોઈ રહ્યા છીએ.

જો ચંદ્રયાન-2 નો વિક્રમ લેન્ડર ‘સોફ્ટ લેન્ડિંગ’ માં સફળ થાય છે, તો રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત આવી સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બનશે.

વિક્રમ લેન્ડર શુક્ર-શનિવારે મધ્યરાત્રી એકથી બે વાગ્યાની વચ્ચે ચંદ્ર પર ઉતરવા માટે નીચે તરફ જવાનું શરૂ કરશે અને તે પૃથ્વીના ઉપગ્રહના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં દોઢ થી અઢી વાગ્યા ઉતરશે.

આ ઐતિહાસિક ક્ષણ જોવા વડાપ્રધાન મોદી પોતે ઈસરોના બેંગલુરુ કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. તેની સાથે 60-70 સ્કૂલના બાળકો પણ હશે જેમને ક્વિઝ સ્પર્ધા દ્વારા લાઇવ ટેલિકાસ્ટ જોવાની તક મળી છે.

વિક્રમ લેન્ડરની કક્ષા 35 કિ.મી ગુણા 101 કિ.મી.નીછે. ઇસરોનું કહેવું છે કે આ ઓપરેશ સાથે વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતરવા માટે જરૂરી ભ્રમણકક્ષા મેળવી લેવામાં આવી છે. વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ દોઢ થી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.