Not Set/ ભારતે 1971માં માત્ર 13 દિવસમાં જ પાકિસ્તાનને હરાવ્યું,મોદી સરકાર ઇન્દિરા ગાંધીને શ્રેય નથી આપી રહી

કેટલાક લોકો ઈન્દિરા ગાંધીના કામને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશના લોકો આ દિવસને યાદ કરે છે

Top Stories India
rahul ghandhi123 ભારતે 1971માં માત્ર 13 દિવસમાં જ પાકિસ્તાનને હરાવ્યું,મોદી સરકાર ઇન્દિરા ગાંધીને શ્રેય નથી આપી રહી

1971ના યુદ્ધમાં ભારતની જીતને યાદ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ઈન્દિરાને શ્રેય નથી આપી રહી. તેમણે કહ્યું કે મોદી સરકાર સત્યથી ડરે છે, તેથી વિજય દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમનું નામ લેવામાં આવ્યું ન હતું. આ પહેલા નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો ઈન્દિરા ગાંધીને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આજે દિલ્હીમાં બાંગ્લાદેશ યુદ્ધને લઈને એક કાર્યક્રમ હતો. તેમાં ઈન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો,જેમણે દેશ માટે 32 ગોળીઓ ખાધી તે છંતા પણ તેમા નામનો આ વિજ્ય ઉત્સવ ક્રાર્યક્રમમાં ઉલ્લેખ કરાયો ન હતો.

આ પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેટલાક લોકો ઈન્દિરા ગાંધીના કામને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશના લોકો આ દિવસને યાદ કરે છે. જવાહરલાલ નેહરુથી લઈને ઈન્દિરા સુધી, તેઓએ લોકશાહીને મદદ કરવા માટે યોગદાન આપ્યું છે, પરંતુ કેટલાક લોકો 1971ના યોગદાનને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસે ગુરુવારે 50મા ‘વિજય દિવસ’ના અવસર પર, પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં જીત મેળવવામાં ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યદક્ષ નેતૃત્વને યાદ કર્યું. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “1971ના યુદ્ધના શહીદો અને યોદ્ધાઓને યાદ કરીને. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સક્ષમ નેતૃત્વમાં ભારતે લોકશાહીના વિચારને બચાવવાની લડાઈ જીતી હતી. જય હિંદ.” કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું, “બહાદુર ભારતીય સેના શાંતિ અને સમૃદ્ધિની યોદ્ધા છે. ભારતીય સેનાની બહાદુરી અને સાહસે શાંતિની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બાંગ્લાદેશને પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવાનું તેનું ઉદાહરણ છે.