Not Set/ દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં ગરમીનો કહેર યથાવત

દિલ્હીમાં ગુરુવારના રોજ તોફાન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની ચેતવણી જારી કરી છે. ગુરુવારના રોજ દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જે આ સીઝનના સરેરાશ તાપમાનથી 5 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે દિલ્હીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જાય તેવી આગાહી કરી છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક […]

India
rain દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં ગરમીનો કહેર યથાવત

દિલ્હીમાં ગુરુવારના રોજ તોફાન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની ચેતવણી જારી કરી છે. ગુરુવારના રોજ દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જે આ સીઝનના સરેરાશ તાપમાનથી 5 ડિગ્રી વધુ છે.

હવામાન વિભાગે દિલ્હીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જાય તેવી આગાહી કરી છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમી પડી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર આગામી દિવસોમાં દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે વરસાદ થવા ઉપરાંત વીજળી પડવાની પણ સંભાવના છે.

દેશભરમાં આગ ઓકતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ મુજબ હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મરાઠાવાડા, વિદર્ભ જેવા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ને વટાવી ગયો છે. ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમાં પણ ગરમીએ કહેર મચાવ્યો છે. દેશભરના અનેક શહેરોમાં ગરમીને કારણે લોકો ત્રસ્ત છે અને અનેક શહેરોમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.