Not Set/ ગૂગલ આસિસટન્ટ હવે આપના માટે કરશે શોપિંગ, જાણો આ નવા ફીચર્સ વિશે

ગૂગલ આપણી દરેક મુશ્કેલીઓનો હલ છે. આપણે જે પણ જાણવું હોય તે આપણે ગૂગલ પાસેથી ક્ષણવારમાં જાણી શકીએ છીએ. ગૂગલ પર તેના યૂઝર્સનું દરેક રીતે ધ્યાન રાખે છે અને એટલે જ યૂઝર્સની જરૂરિયાતોને અનુલક્ષીને સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે. જણાવી દઇએ કે ગૂગલે 2016 મા ગૂગલ આસિસટન્ટ લોન્ચ કર્યું હતું. ગયા વર્ષે કંપનીએ […]

Tech & Auto
Google Assistant ગૂગલ આસિસટન્ટ હવે આપના માટે કરશે શોપિંગ, જાણો આ નવા ફીચર્સ વિશે

ગૂગલ આપણી દરેક મુશ્કેલીઓનો હલ છે. આપણે જે પણ જાણવું હોય તે આપણે ગૂગલ પાસેથી ક્ષણવારમાં જાણી શકીએ છીએ. ગૂગલ પર તેના યૂઝર્સનું દરેક રીતે ધ્યાન રાખે છે અને એટલે જ યૂઝર્સની જરૂરિયાતોને અનુલક્ષીને સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે. જણાવી દઇએ કે ગૂગલે 2016 મા ગૂગલ આસિસટન્ટ લોન્ચ કર્યું હતું. ગયા વર્ષે કંપનીએ તેમાં ડુપ્લેક્સનો સપોર્ટ આપ્યો હતો. જેથી યૂઝર્સને માણસ જેવી રોબોટ વોઇસમાં તેને પુછેલા સવાલના પરિણામ મળે છે. નવા સપોર્ટમાં હવામાન, ન્યૂઝ પ્લે જેવા ફીચર્સ રજૂ કરાયા હતા.

જણાવી દઇએ કે હવે કંપનીએ ગૂગલ આસિસટન્ટમાં એક વધુ નવું ફીચર એડ કર્યું છે, જે આપને શોપિંગ કરવામાં મદદરૂપ બનશે. નવા ફીચર્સ સાથે યૂઝર્સ તેની ગ્રોસરી શોપિંગ પણ કરી શકશે. કંપનીએ હાલમાં તો આ ફીચરને માત્ર ક્રોમ ઓએસમાં જ ઉપલબ્ધ કરાવ્યું છે. આ સુવિધાને સફળ બનાવવા માટે ગૂગલે વોલર્માટ સાથે ભાગીદારી કરી છે.

આ ભાગીદારીને કારણે અમેરિકાના યૂઝર્સ વોલમાર્ટ પર ગ્રોસરી શોપિંગ કરી શકે છે. વોલમાર્ટે પણ એક નિવેદન આપતા જણાવ્યું છે કે અમે જાણીએ છીએ કે ટૂંક સમયમાં જ યૂઝર્સ વોઇસ ટેક્નોલોજીનો પ્રયોગ કરીને પોતાના કાર્ટમાં ચીજવસ્તુ ઉમેરવાનું પસંદ કરશે, જેથી તેઓ એક સાથે પૂરા સપ્તાહની શોપિંગ કરી શકશે.

યૂઝર્સ આ રીતે કરી શકશે શોપિંગ

આ નવા ફીચર્સની વાત કરીએ તો તેનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે ગૂગલ આસિસટન્ટ પર ‘હે ગૂગલ, ટોક ટૂ વોલમાર્ટ’ બોલવું પડશે. ત્યારબાદ યૂઝર્સ સીધા જ પોતાના વોલમાર્ટ કાર્ટમાં તેની પસંદની ચીજવસ્તુઓ ઉમેરી શકશે. વોલમાર્ટે પોતાની જ મશિન લર્નિગ એલ્ગોરિધમ ડેવલપ કરી છે. જે ગ્રાહક દ્વારા અપાયેલા ઓર્ડરને સાંભળીને ચીજવસ્તુને ઓળખી શકે અને ગ્રાહકને એ જ ચીજવસ્તુ મળે જેનો યુઝર્સે ઓર્ડર કર્યો હોય. આજે 10 કરોડથી વધુ લોકો ગૂગલ આસિસટન્ટનો ઉપયોગ કરે છે. જેમાં એપલ, એન્ડ્રોઇડ, આઇફોન, સ્માર્ટ ડિસપ્લે, સ્માર્ટવોચ જેવા અનેક ડિવાઇઝ સામેલ છે.