Not Set/ ચોંકવાનારા આંકડા: નોટબંધી બાદ 5,800 બોગસ કંપનીઓમાં 4,574 કરોડ રૂપિયા ખોટી રીતે જમા થયા

દિલ્હી: નોટબંધી પછી દેશમાં ચોંકાવનારી રીતે અનેક બોગસ કંપનીઓ સામે આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ 13 બેંકોએ આપેલા આંકડા પ્રમાણે 5,800 જેટલી એવી બોગસ કંપનીઓ સામે આવી છે જેમાં ખોટા વ્યવહારો થયા હોય. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના સુત્રોના કહેવા પ્રમાણે નોટબંધી બાદ 13,140 બેંક ખાતાઓમાં 4,574 કરોડ રૂપિયા જમા થયા હતા અને […]

Top Stories India Business
corporate fraud india ચોંકવાનારા આંકડા: નોટબંધી બાદ 5,800 બોગસ કંપનીઓમાં 4,574 કરોડ રૂપિયા ખોટી રીતે જમા થયા

દિલ્હી: નોટબંધી પછી દેશમાં ચોંકાવનારી રીતે અનેક બોગસ કંપનીઓ સામે આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ 13 બેંકોએ આપેલા આંકડા પ્રમાણે 5,800 જેટલી એવી બોગસ કંપનીઓ સામે આવી છે જેમાં ખોટા વ્યવહારો થયા હોય.

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના સુત્રોના કહેવા પ્રમાણે નોટબંધી બાદ 13,140 બેંક ખાતાઓમાં 4,574 કરોડ રૂપિયા જમા થયા હતા અને આ જ ખાતાઓમાંથી 4,552 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.જો કે બોગસ કંપનીઓ પર સરકારી ધોંસ વધતા આ ખાતાઓમાં ઘણાં સમયથી નાણાંકીય વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે.

આ ખાતાઓમાં નોટબંધી પહેલાં એટલે કે 8 નવેમ્બર 2016 પહેલાં આ બોગસ કંપનીઓના બેંક ખાતાઓમાં 22 કરોડ જેટલા રૂપિયા જમા થયા હતા,જ્યારે નોટબંધી જાહેર થયા બાદ અચાનક જ આ ખાતાઓમાં 4,574 કરોડ રૂપિયા જમા થયા હતા અને આટલી જ રકમ ઉપાડી લેવામાં આવી હતી.

સરકારી સુત્રોના કહેવા પ્રમાણે નોટબંધી બાદ આ વર્ષે રજીસ્ટાર ઓફ કંપનીમાં 2,09,032 એવી કંપનીઓ નોંધાઇ છે જેની પર સરકારની બાજ નજર છે. નોટબંધી બાદ પણ દેશમાં બોગસ કંપનીઓ ખુલી રહી છે.

જોવાની વાત તો એ છે કે એવી પણ બોગસ કંપનીઓ સામે આવી રહી છે જેના બેંકોમાં 100 કરતાં વધુ ખાતા હોય. એક કંપની તો એવી હતી કે જેના એક જ બેંકમાં 2,134 ખાતાઓ હતા. જ્યારે અમુક કંપનીઓના 300થી 900 ખાતાઓ હતા.

નાણાં મંત્રાલયના સુત્રો કહે છે કે સરકાર હવે આ બોગસ કંપનીઓ પર કાયદાકીય સંકજો કસશે. ખાતાઓમાં 4,574 કરોડ રૂપિયા જમા થયા હતા અને આટલી જ રકમ ઉપાડી લેવામાં આવી હતી.

સરકારી સુત્રોના કહેવા પ્રમાણે નોટબંધી બાદ આ વર્ષે રજીસ્ટાર ઓફ કંપનીમાં 2,09,032 એવી કંપનીઓ નોંધાઇ છે જેની પર સરકારની બાજ નજર છે.નોટબંધી બાદ પણ દેશમાં બોગસ કંપનીઓ ખુલી રહી છે.

જોવાની વાત તો એ છે કે એવી પણ બોગસ કંપનીઓ સામે આવી રહી છે જેના બેંકોમાં 100 કરતાં વધુ ખાતા હોય.એક કંપની તો એવી હતી કે જેના એક જ બેંકમાં 2,134 ખાતાઓ હતા. જ્યારે અમુક કંપનીઓના 300થી 900 ખાતાઓ હતા.

નાણાં મંત્રાલયના સુત્રો કહે છે કે સરકાર હવે આ બોગસ કંપનીઓ પર કાયદાકીય સંકજો કસશે.