Not Set/ રાજપુત સંગઠનો નહીં જોડાય બંધના એલાનમાં,કરણીસેનાએ પાછું ખેંચ્યું બંધનું એલાન 

ગાંધીનગર ગાંધીનગરમાં સર્કીટ હાઉસમાં રાજપુત સંગઠનો અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે  પદ્માવત ફિલ્મ મામલે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કરણી સેના અને રાજપૂત સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.પદ્માવતની રીલીઝને લઇને આ મીટીંગમાં કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. 25મીએ આપેલું ગુજરાત બંધનું એલાન પાછું ખેંચવા રાજપુત સંગઠનોએ તૈયારી બતાવી હતી.કરણીસેનાના રાજ શેખાવતે કહ્યું કે સિનેમાઘરોએ ફિલ્મ […]

Top Stories
2 1516799770 રાજપુત સંગઠનો નહીં જોડાય બંધના એલાનમાં,કરણીસેનાએ પાછું ખેંચ્યું બંધનું એલાન 

ગાંધીનગર

ગાંધીનગરમાં સર્કીટ હાઉસમાં રાજપુત સંગઠનો અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે  પદ્માવત ફિલ્મ મામલે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કરણી સેના અને રાજપૂત સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.પદ્માવતની રીલીઝને લઇને આ મીટીંગમાં કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.

25મીએ આપેલું ગુજરાત બંધનું એલાન પાછું ખેંચવા રાજપુત સંગઠનોએ તૈયારી બતાવી હતી.કરણીસેનાના રાજ શેખાવતે કહ્યું કે સિનેમાઘરોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યા પછી બંધનું એલાન પાછું ખેંચવાનો નિર્ણય કરાયો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસણા અને  ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અને રાજ્ય પોલીસ વડાએ આ બેઠકને સંબોધી હતી.

આ બેઠક આવતીકાલનું બંધનું એલાન શાંતિપૂર્ણ રહે તે માટે યોજવામાં આવી હતી.જેમાં . શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે અમે અસામાજિક તત્વોની પ્રવૃતિને  વખોડીએ છીએ. આવતીકાલના બંધના એલાનમાં કોઈ સંગઠન નહીં જોડાય.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ગુજરાતમાં પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય અને જાહેર સંપત્તિને નુકશાન ન થાય તેની જવાબદારી આપણા સૌની છે.ગુરૂવારે શાળા ,કોલેજ અને વાહનવ્યવહાર તમામ ચાલુ રહેશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં જે કોઇ કાયદો વ્યવસ્થાને હાથમાં લેશે તેને છોડવામાં નહીં આવે.