Not Set/ મુંબઈની જાણીતી હોટેલમાંથી પકડાયું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ, વિદેશથી થતું હતું સંચાલન

મુંબઈમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું છે જેનું સંચાલન વિદેશથી થતું હતું.મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં એક ખ્યાતનામ હોટેલમાં આ કથિત સેક્સ રેકેટ ચલાવાતું હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડ્યો હતો અને તેમાં બોલિવૂડના પ્રોડક્શન મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ પાસેથી વિગતો મળી હતી કે […]

India
aaaaaamaya 19 મુંબઈની જાણીતી હોટેલમાંથી પકડાયું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ, વિદેશથી થતું હતું સંચાલન

મુંબઈમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું છે જેનું સંચાલન વિદેશથી થતું હતું.મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં એક ખ્યાતનામ હોટેલમાં આ કથિત સેક્સ રેકેટ ચલાવાતું હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડ્યો હતો અને તેમાં બોલિવૂડના પ્રોડક્શન મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ પાસેથી વિગતો મળી હતી કે ઝરીના નામની ઉઝ્બેક મહિલા પરદેશમાં રહીને રાજેલ લાલ નામના બોલીવુડના પ્રોડકશન મેનેજરની મદદથી આ હોટેલમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. આ હોટેલમાં તે વિદેશી લલનાઓને મોકલતી હતી અને ગ્રાહકો પાસેથી  80,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા.

ઘટનાની મળતી માહિતી મુજબ સોશિયલ સર્વિસ બ્રાન્ચની બાતમીને આધારે જુહુમાં એક હોટેલમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને બોલિવૂડ સાથે સંકળાયેલા પ્રોડક્શન મેનેજર રાજેશ કુમાર લાલની ધરપકડ કરી હતી. આ સાથે જ બે ઉઝ્બેકિસ્તાનના નાગરિકોની પણ ધરપકડ કરાઈ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અગાઉ પણ આ જ હોટેલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું હતું.

લાલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે અને તેની ધરપકડ પોલીસે કરી છે. જ્યારે ઝરીના ઉઝ્બેક્સિતાનમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.