Not Set/ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરી પર ITનો સકંજો,254 કરોડની બેનામી સંપત્તિ જપ્ત 

મધ્યપ્રદેશના સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરી પર ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડની તપાસમાં નામ આવ્યાં બાદ રતુલ પુરીની કંપનીઓની રૂપિયા 254 કરોડની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે, પુરી પર રાજીવ સક્સેનાની મદદથી એફડીઆઈની આડમાં ભારતમાં રૂપિયા લાવવાનો આરોપ છે. ઓપ્ટિમા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતુ, જેમાં રતુલ પુરીએ HEPCL નામની કંપનીના સોલર […]

Top Stories India
wefcgwedo 14 મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરી પર ITનો સકંજો,254 કરોડની બેનામી સંપત્તિ જપ્ત 

મધ્યપ્રદેશના સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરી પર ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડની તપાસમાં નામ આવ્યાં બાદ રતુલ પુરીની કંપનીઓની રૂપિયા 254 કરોડની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે, પુરી પર રાજીવ સક્સેનાની મદદથી એફડીઆઈની આડમાં ભારતમાં રૂપિયા લાવવાનો આરોપ છે.

ઓપ્ટિમા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતુ, જેમાં રતુલ પુરીએ HEPCL નામની કંપનીના સોલર પેનલ આયાત કરવા માટે ખોટા બિલ બનાવ્યાં હતા, તેની મારફતે 254 કરોડ રૂપિયા કમાયો હતો, આ કંપની દુબઈમાં એક ઓપરેટરની શેલ કંપની છે અને તેનો ઓપરેટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડનો આરોપી છે.

ઈડીએ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલે રતુલ પુરીને પૈસા મળ્યાનો આરોપ લગાવ્યો હતો, ભારતીય વાયુસેનાએ 2010માં 12 હેલિકોપ્ટર માટે 3600કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો, જે 2014માં રદ કરી દેવામાં આવ્યો હતો,

આ કરાર માટે 360 કરોડ રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ અને આ કેસમાં રતુલ પુરીનું નામ સામે આવ્યું હતુ, જ્યારે વિદેશી કંપની પાસે આ ડીલ થઇ ત્યારે ભારતમાં કોંગ્રેસની સરકાર હતી અને કમલનાથ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.