Not Set/ 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે ભારત,જાણો મિશન ચંદ્રયાન-2 વિશેની તમામ હકીકત

ભારતે ચંદ્રની ધરતી પર પહોંચવાની તૈયારીઓ કરી લીધી છે.ભારતની સ્પેસ સંસ્થા ઈસરો ચંદ્રયાન-2 ને અંતરિક્ષમાં મુકવાની તૈયારી કરી લીધી છે. ઇસરોએ બુધવારે કહ્યું હતું કે ભારતે બીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-2’ને લૉન્ચ કરવાની યોજના બનાવી છે. ઇસરોએ એક નિવેદનમાં કહ્યું, “ચંદ્રયાન-2ના લૉન્ચ માટે મૉડ્યુલ તૈયાર થઈ રહ્યા છે અને 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચી શકીશું એવો […]

Top Stories India
rpp 2 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે ભારત,જાણો મિશન ચંદ્રયાન-2 વિશેની તમામ હકીકત

ભારતે ચંદ્રની ધરતી પર પહોંચવાની તૈયારીઓ કરી લીધી છે.ભારતની સ્પેસ સંસ્થા ઈસરો ચંદ્રયાન-2 ને અંતરિક્ષમાં મુકવાની તૈયારી કરી લીધી છે.

ઇસરોએ બુધવારે કહ્યું હતું કે ભારતે બીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-2’ને લૉન્ચ કરવાની યોજના બનાવી છે.

ઇસરોએ એક નિવેદનમાં કહ્યું, “ચંદ્રયાન-2ના લૉન્ચ માટે મૉડ્યુલ તૈયાર થઈ રહ્યા છે અને 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચી શકીશું એવો અંદાજ છે.”

ઇસરોના સૂત્રોના કહેવા  પ્રમાણે 9 જુલાઈથી 16 જુલાઈ દરમિયાનમાં ચંદ્રયાન-2 લૉન્ચ થઈ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે આ પ્રોજેક્ટનું હજી ઘણું કામ બાકી છે.

ભારતનું બીજુ ચંદ્ર મિશન પહેલાં 2017માં લૉન્ચ થવાનું હતું.એ પછી 2018માં લોન્ચ કરવાની જાહેરાત કરાઈ.જો કે , કેટલાક ટેસ્ટ બાકી રહી ગયા હોવાથી આ મિશનમાં મોડું થયું છે.

ચંદ્રયાન -2 મિશન કેવી રીતે કામ કરશે…

800 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ મિશનમાં ભારતના ચંદ્રયાન-2ને આપણું મહાકાય GSLV Mk-3 રોકેટ અંતરિક્ષમાં એક ચોક્કસ ભ્રમણકક્ષામાં મૂકી આવશે. ચંદ્રયાન-2ને લઈ જવા માટે GSLV Mk-3 જેવા મહાકાય રોકેટનો ઉપયોગ એટલા માટે કરવાનો થાય કારણ કે ચંદ્રયાન-2નું કુલ વજન 3,877 કિલો છે. આ યાનમાં ત્રણ અલગ અલગ વસ્તુઓ બેસાડવામાં આવી છે. પહેલી ઓર્બિટર, બીજી લેન્ડર અને ત્રીજી રોવર. ઓર્બિટર ચંદ્ર પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની નજીકની 100 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ફરતું રહેશે.

લેન્ડરનું કામ રોવરને ચંદ્રની ધરતી પર ઉતારવાનું છે અને રોવર એક સ્વચંસંચાલિત રોબોટ છે જે લેન્ડરની સાથે જોડાયેલો રહીને ચંદ્રની ધરતી પર ઉતરશે અને ઉતર્યા બાદ ચંદ્રની ધરતી પર ફરવા નીકળશે. ફરતાં ફરતાં તેને જે જોવા મળશે તે રેકોર્ડ કરશે અને જરૂરી જગ્યાઓએ ચંદ્રની ધરતીના નમૂના લઈને તેન