નવી દિલ્હી,
ભારતીય સેનાને હિમાલયમાં હિમમાનવ હોવાના સંકેત આપ્યા છે. હકીકતમાં ભારતીય સેનાને હિમાલયમાંથી 32 ઇંચ લાબા પગના નિશાન મળ્યા છે. આ પગના નિશાન યેતી એટલે કે હિમમાનવના હોઇ શકે છે તેવો દાવો કરાયો છે. ભારતીય સેનાએ સોમવારે ટ્વિટર એકાઉન્ટ પર હિમાલયમાં પગના નિશાનની તસવીર શેર કરી હતી. આ રહસ્મયી નિશાન અગાઉ 9 એપ્રિલના રોજ સેનાના દળના મકાલૂ બેઝ કેમ્પમાં પણ નજર આવ્યા હતા.
Indian Army finds the abominable snowman in the Himalayas?
Read @ANI story | https://t.co/bXrLyXi3kD pic.twitter.com/omtQWlSoLV
— ANI Digital (@ani_digital) April 30, 2019
જો કે આર્મીને શેર કરેલી તસવીરને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. યૂઝર્સે એવા પણ સવાલ ઉઠાવ્યા છે કે શું આ નકલી તો નથી ને? માત્ર પગના નિશાન જ કેમ શેર કરાયા, કેટલાક લોકોનું કહેવું છે કે કદાચ ભારતીય સેનાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું છે.
યેતિને લઇને અલગ-અલગ દાવા
હિમાલયમાં યેતિની ઉપસ્થિતિને લઇને અનેક દાવાઓ થઇ રહ્યા છે. કહેવાય છે કે યેતિ વ્યક્તિ અને અને વાનર જેવા દેખાય છે. જે સામાન્ય માણસ કરતા કદમાં વિશાળ હોય છે. તેને હિમાલયના રહેવાસી મનાય છે. જો કે અત્યારસુધી યેતિની ઉપસ્થિતિના આધારભૂત પુરાવા મળ્યા નથી.
