Not Set/ ઇન્ડિગોના વિમાનનું એન્જિન ખરાબ થતા હજારો ફૂટ ઉપર તાળવે ચોટયા પેસેન્જરોના જીવ…

લખનઉ, લખનઉથી જયપુર માટે રવાના થયેલ ઇન્ડિગોના એક વિમાનની લખનઉમાં ઈમરજન્સી લેડિંગ કરવી પડી છે.  વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન લાગ્યું છે જેમાં ખરાબી આવવાના કારણે હવા વચ્ચે વિમાનમાં તીવ્ર કંપન શરૂ થઇ ગયું હતું.ઇન્ડિગોનું A-320 નીયો વિમાન છે, જેને લેન્ડિંગ પછી સેવાથી બહાર કરી દેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, લખનઉ એરપોર્ટથી ઉડાડ્યા પછી તરત જ પાયલેટને ‘ખૂબ […]

India
re 2 ઇન્ડિગોના વિમાનનું એન્જિન ખરાબ થતા હજારો ફૂટ ઉપર તાળવે ચોટયા પેસેન્જરોના જીવ...

લખનઉ,

લખનઉથી જયપુર માટે રવાના થયેલ ઇન્ડિગોના એક વિમાનની લખનઉમાં ઈમરજન્સી લેડિંગ કરવી પડી છે.  વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન લાગ્યું છે જેમાં ખરાબી આવવાના કારણે હવા વચ્ચે વિમાનમાં તીવ્ર કંપન શરૂ થઇ ગયું હતું.ઇન્ડિગોનું A-320 નીયો વિમાન છે, જેને લેન્ડિંગ પછી સેવાથી બહાર કરી દેવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર, લખનઉ એરપોર્ટથી ઉડાડ્યા પછી તરત જ પાયલેટને ‘ખૂબ જ તીવ્ર કંપન’ મહસૂસ થયું હતું. ત્યારબાદ ફ્લાઇટ નંબર 6ઇ -451ને લખનઉથી પરત ઉતાર લેવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ટેકનિકલ ટીમ વિમાનની દેખરેખ રાખી રહી છે.

પ્રેટ એન્ડ વ્હિટ્ની (પી એન્ડ ડબલ્યુ) એન્જિનમાં ખલેલને લીધે, ઈન્ડિગો અને તેના પ્રતિસ્પર્ધી ગો એરને ફ્લાઇટ સેવાઓમાંથી તેના કેટલાક A320 સેવાઓથી દૂર કરવું પડ્યું હતું.

ઈન્ડિગો એરલાઇને આ સંદર્ભમાં નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, “21 જાન્યુઆરીએ પાયલોટને ઈન્ડિગો એરપ્લેન 6E-451 ના એન્જિન નંબર 2માં એક મજબૂત કંપન લાગ્યું, પછીથી લખનઉથી જયપુર જતી ફ્લાઈટને પરત લેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

એન્જિન ઉત્પાદક કંપની પીએન્ડડબ્લ્યુએ જણાવ્યું હતું કે, આ ઘટના પછી તેઓ આ દિશામાં ઈન્ડિગો સાથે કામ કરી રહ્યા છે, વિમાનોની કામગીરીમાં કોઈ સમસ્યા નથી.

સોમવારે સાંજે 5 વાગ્યે વિમાન લખનઉથી ઉડ્યું હતું, જેને સાંજે 6:30 વાગ્યે જયપુર પહોંચવાનું હતું જો કે 30-40 મિનિટની ઉડાન દરમિયાન, તેને લખનઉમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવી પડી હતી.