Not Set/ ગોલ્ડન ટેમ્પલ ફરવાનું સ્થળ નથી, હવે નહી પાડી શકાય અહીયા ફોટા

અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ફોટા પડાવનાર લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે  ગોલ્ડન ટેમ્પલમાં  ફોટા પાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે પર્યટકોને મંદિરની અંદર ફોટોગ્રાફી નહી કરવા દેવામાં આવે. આ પ્રતિબંધ હેઠળ હવે મંદિરમાં સેલ્ફી કે કોઈ વિડીયો નહિ ઉતારી શકાય. શિરોમણી ગુરુદ્વારાના પ્રબંધક કમિટીના મુખ્ય સચિવ […]

Top Stories India Trending
2018 7largeimg17 Tuesday 2018 175314092 ગોલ્ડન ટેમ્પલ ફરવાનું સ્થળ નથી, હવે નહી પાડી શકાય અહીયા ફોટા

અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ફોટા પડાવનાર લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે  ગોલ્ડન ટેમ્પલમાં  ફોટા પાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે પર્યટકોને મંદિરની અંદર ફોટોગ્રાફી નહી કરવા દેવામાં આવે. આ પ્રતિબંધ હેઠળ હવે મંદિરમાં સેલ્ફી કે કોઈ વિડીયો નહિ ઉતારી શકાય.

શિરોમણી ગુરુદ્વારાના પ્રબંધક કમિટીના મુખ્ય સચિવ રૂપ સિંહે કહ્યું હ્યું કે આ જગ્યા કોઈ રજામાં ફરવા આવવા માટેની નથી. આ એક ધાર્મિક જગ્યા છે જ્યાં લોકો પ્રાર્થના કરવા માટે આવે છે અને પોતાના દુઃખના નિવારણ અર્થે આવે છે.

વધુમાં તેમણે કહ્યું કે પ્રતિનિધિઓ અને વીઆઈપીઓને અધિકારીક રીતે ફોટા પાડવા માટે અનુમતિ આપવામાં આવશે. અમે આ જગ્યાની પવિત્રતાને ધ્યાનમાં રાખીને જરૂરી નિર્ણય લઈશું.