Not Set/ આઈએસઆઈ એજન્ટ સાથે ભારતમાં ઘુસ્યા ચાર આતંકી, સમગ્ર દેશમાં હાઈએલર્ટ

રાજસ્થાન-ગુજરાત સરહદ પરથી સોમવારે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) એજન્ટ સાથે ચાર લોકોનું જૂથ ભારતમાં પ્રવેશ્યું છે. આ અંગેની જાણ જિલ્લા અધિકારીઓને થતાં જ તેઓએ રાજસ્થાન-ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો અફઘાનિયન પાસપોર્ટ દ્વારા ભારતમાં પ્રવેશ્યા છે. રાજસ્થાનના સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીનાએ જિલ્લાના […]

Top Stories India
aaaamm 4 આઈએસઆઈ એજન્ટ સાથે ભારતમાં ઘુસ્યા ચાર આતંકી, સમગ્ર દેશમાં હાઈએલર્ટ

રાજસ્થાન-ગુજરાત સરહદ પરથી સોમવારે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) એજન્ટ સાથે ચાર લોકોનું જૂથ ભારતમાં પ્રવેશ્યું છે. આ અંગેની જાણ જિલ્લા અધિકારીઓને થતાં જ તેઓએ રાજસ્થાન-ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો અફઘાનિયન પાસપોર્ટ દ્વારા ભારતમાં પ્રવેશ્યા છે.

રાજસ્થાનના સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીનાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને પત્ર મોકલ્યો છે. તેમણે કહ્યું, ‘આઈએસઆઈ એજન્ટ સાથે ચાર લોકોનું જૂથ ભારતમાં પ્રવેશ્યું છે જેના જ રાજસ્થાન અને ગુજરાત સરહદ સહિત દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકવાદીઓ ગમે ત્યારે આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે છે.

high alert 5d5b6228d57ed આઈએસઆઈ એજન્ટ સાથે ભારતમાં ઘુસ્યા ચાર આતંકી, સમગ્ર દેશમાં હાઈએલર્ટ

પોલીસને હોટલ અને બસ સ્ટેશન જેવા ભીડભાડ વિસ્તારોની કડક તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય. પોલીસને પણ વિશિષ્ટ વિસ્તારોમાં ચોકી લગાવવા અને શંકાસ્પદ વાહનોની અવરજવર પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસકર્મીઓને સંપૂર્ણ સજાગ રહેવા અને શકમંદોની પૂછપરછ કરવા જણાવ્યું છે. આ પહેલા 9 ઓગસ્ટે ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં આતંકવાદી હુમલો અંગે એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના જેહાદી આતંકીઓ જમ્મુ-કાશ્મીર અને તેની બહાર પણ મોટી ઘટનાઓને અંજામ આપી શકે છે.

કલમ 370 નાબૂદ કરવાથી હચમચી ગયું છે પાકિસ્તાન

ઓગસ્ટ 19 ના રોજ સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાસે ખીણમાં ફિદાયીન હુમલાનો ઇનપુટ છે, જ્યારે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (બેટ) પણ સક્રિય કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની સામેના પાકિસ્તાની ઝફરવાલ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓને સક્રિય કરવામાં આવ્યા છે. તેને બેટ વડે પ્રહાર કરવાની સૂચના આપવામાં આવી છે. ઇનપુટ અનુસાર સામ્બા ક્ષેત્રમાં બેટ એટેકની યોજના છે.

બસંતરની સામે પાકિસ્તાની ઝફરવાલ વિસ્તારમાં લાહિરી કલાં લોંચિંગ પેડ લગાવવામાં આવ્યું છે, જ્યાં આતંકીઓની ગતિવિધિ જોવા મળી રહી છે. સરહદની રેકી મેળવીને ઘૂસણખોરી સાથે હુમલો કરવા કડક સૂચના આપવામાં આવી છે. જો કે, બીએસએફ અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા કડક છે અને તકેદારીના કારણે ઘુસણખોરી કરવી સહેલી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.