Not Set/ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા ઇસરોના વૈજ્ઞાનિક એસઆર સુરેશ કુમાર, હત્યાની આશંકા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના નેશનલ રિમોટ સેંસિગ સેન્ટર (એનઆરએસસી) માં કાર્યરત વૈજ્ઞાનિક એસ સુરેશ કુમાર તેમના એસઆર નગર ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસનું માનવું છે કે તેમની હત્યા કરવામાં આવી છે. હત્યાની વાત ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે તેના પરિવારના સભ્યો ચેન્નાઈથી પાછા ફર્યા હતા અને પોલીસની હાજરીમાં મંગળવારે સાંજે ફ્લેટનો […]

India
aaaaa 3 ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા ઇસરોના વૈજ્ઞાનિક એસઆર સુરેશ કુમાર, હત્યાની આશંકા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના નેશનલ રિમોટ સેંસિગ સેન્ટર (એનઆરએસસી) માં કાર્યરત વૈજ્ઞાનિક એસ સુરેશ કુમાર તેમના એસઆર નગર ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસનું માનવું છે કે તેમની હત્યા કરવામાં આવી છે. હત્યાની વાત ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે તેના પરિવારના સભ્યો ચેન્નાઈથી પાછા ફર્યા હતા અને પોલીસની હાજરીમાં મંગળવારે સાંજે ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો.

56 વર્ષના સુરેશ કુમાર એનઆરએસસીના ફોટો ડિવિઝનમાં અધિકારી હતા. તેનો ફોન ગાયબ છે. પ્રારંભિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે હત્યા અંગત કારણોસર થઈ છે અને તેનો તેમના સત્તાવાર કામ સાથે કોઈ સંબંધ નથી. તેની પત્ની ઇન્દિરા ભારતીય બેંકની ચેન્નઈ શાખામાં મેનેજર તરીકે નોકરી કરે છે.

કેરળનો વતની  સુરેશ કુમાર છેલ્લા 20 વર્ષથી હૈદરાબાદમાં રહેતા હતા. પશ્ચિમ ક્ષેત્રના ડીસીપી એસ સુમતીનું કહેવું છે કે સોમવારે સુરેશ 5:30 વાગ્યે વરસાદથી ભીંજાયેલા ઓફિસથી ઘરે આવ્યા હતા. મંગળવારે સવારે ઘરેલુ સહાયિકાને ઘર અંદરથી બંધ મળ્યું હતું. સવારે વ્હોટ્સએપ પર તેમની સાથે ચેટ ન કરતા પરિવારના સભ્યો શંકાસ્પદ બન્યા હતા.

પોલીસે કહ્યું કે, “તેનો ફોન બંધ હોવાથી ઇન્દિરાએ સુરેશના સાથીદારને ફોન કર્યો કે તે ઓફિસ પર પહોંચ્યા છે કે કેમ તે જાણવા.” જ્યારે તેને ખબર પડી કે તે ઓફિસમાં નથી ગયા, ત્યારે પરિવારજનો ચિંતા કરવા લાગ્યા. સવારે લગભગ 11.30 વાગ્યે સુરેશના સંબંધીઓ જે એક જ એપાર્ટમેન્ટમાં રહે છે, તેના સાથી સાથે ઘરે પહોંચ્યા હતા. તેમને ઘરે અંદરથી બંધ મળ્યું હતું. જેના પછી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
એસીપી તિરુપટ્ટએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ પરિવાર ચેન્નઈથી રવાના થયો હતો અને સાંજે સાડા પાંચ વાગ્યે ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેને સુરેશ વરંડામાં પડેલો જોવા મળ્યા. પોલીસને એપાર્ટમેન્ટમાંથી કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યાં નથી. જે બાદ તેણે નજીકનો સીસીટીવી કેમેરો જોયો અને શકમંદની ઓળખ કરી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.