Not Set/ રાજસ્થાન : પત્નીની હત્યા મામલે જેલમાં બંધ આરોપીએ પોતાનું જ કાપ્યું ગુપ્તાંગ

રાજસ્થાનના બાડમેર સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં તેની પત્નીની હત્યાની ટ્રાયલ માટે લાવવામાં આવેલ કેદીએ તેનો પ્રાઈવેટ પાર્ટ બ્લેડથી કાપી નાખ્યો હતો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. કેદી વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જેલર રાજીરામે જણાવ્યું હતું કે, રાજસ્થાનના ઉપરલામાં […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 19 રાજસ્થાન : પત્નીની હત્યા મામલે જેલમાં બંધ આરોપીએ પોતાનું જ કાપ્યું ગુપ્તાંગ

રાજસ્થાનના બાડમેર સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં તેની પત્નીની હત્યાની ટ્રાયલ માટે લાવવામાં આવેલ કેદીએ તેનો પ્રાઈવેટ પાર્ટ બ્લેડથી કાપી નાખ્યો હતો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. કેદી વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.

જેલર રાજીરામે જણાવ્યું હતું કે, રાજસ્થાનના ઉપરલામાં રહેતા કેદી સંગારામે બાથરૂમમાં બ્લેડ વડે તેના ગુપ્તાંગ કાપી નાખ્યું હતું, ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. પત્નીની હત્યાના આરોપમાં આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. જેલ પ્રશાસને કેસ અંગે કોતવાલી પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આ કેસમાં હજી વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

જેલ પ્રશાસને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સંગારામે તેના ગુપ્તાંગ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસએચઓ રામપ્રતાપસિંહે કહ્યું કે કેદીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે. સ્ટેશન પ્રભારીએ જણાવ્યું હતું કે ગુપ્તાંગ કાપ્યા પછી સંગારામ બુમો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ રક્ષકો બાથરૂમમાં દોડી ગયા અને તેમને લોહીથી લથપથ જોવા મળ્યા.

આ કેસની તપાસ કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર લુનારામ કરી રહ્યા છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે કે બ્લેડ કેદી સુધી કેવી રીતે પહોંચી. જેલ સત્તાવાળાઓ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે, તેને સુરક્ષા ક્ષતિ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.