Not Set/ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કબલ્યું : મસુદ પાકિસ્તાનમાં જ છે,પણ તેણે હુમલો નથી કરાવ્યો

ઇસ્લામાબાદ, ભારત પર આતંકી હુમલાઓ કરાવી નિર્દોષોના જાન લેનારો જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છે.ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ વાત સ્વીકારી છે.મીડીયા સાથે વાત કરતાં વિદેશ મંત્રી મહેમુદ કુરેશીએ મસુદની પાકિસ્તાનમાં હાજરીનો સ્વીકાર કર્યો હતો. જ્યારે મહેમુદ કુરેશીને પુછવામાં આવ્યું કે શું જૈશ એ મોહમ્મદનો ચીફ પાકિસ્તાનમાં છે? જો હોય તો તમે તેની ધરપકડ કેમ […]

Top Stories India Trending
pl 1 પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કબલ્યું : મસુદ પાકિસ્તાનમાં જ છે,પણ તેણે હુમલો નથી કરાવ્યો

ઇસ્લામાબાદ,

ભારત પર આતંકી હુમલાઓ કરાવી નિર્દોષોના જાન લેનારો જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છે.ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ વાત સ્વીકારી છે.મીડીયા સાથે વાત કરતાં વિદેશ મંત્રી મહેમુદ કુરેશીએ મસુદની પાકિસ્તાનમાં હાજરીનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે મહેમુદ કુરેશીને પુછવામાં આવ્યું કે શું જૈશ એ મોહમ્મદનો ચીફ પાકિસ્તાનમાં છે? જો હોય તો તમે તેની ધરપકડ કેમ નથી કરતાં?આનો જવાબ આપતા મહેમુદ કુરેશીએ કહ્યું કે મારી માહિતી પ્રમાણે  તે (મસુદ) પાકિસ્તાનમાં જ છે અને તે બિમાર છે.એ એટલો બિમાર છે કે તેના ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી.

મહેમુદના આ જવાબ પછી પણ જ્યારે પત્રકારે તેમને પુછ્યું કે તેની ધરપકડ તો થઇ શકે ને ?તો જવાબમાં મહેમુદ કુરેશીએ કહ્યું કે આ બિમાર હોય કે ના હોય પરંતું તેની વિરૂધ્ધ પુરાવા જોઇએ.

મહેમુદ કુરેશીને પુછવામાં આવ્યું કે એક ત્રાસવાદી તરીકે મસુદ પર પ્રતિબંધ મુકાય તો તમે આ બાનને આ આવકારશો ? તો વિદેશ મંત્રીએ કહ્યું કે એવું કોઇ પણ પગલું જેનાથી તણાવ ઘટે તેને આવકારવા અમે તૈયાર છીએ.જો એ લોકો પાસે પુરતા પુરાવા હોય તો તેઓ અમારી સાથે વાતચીત કરે.

મહેમુદ કુરેશીને પુછવામાં આવ્યું કે પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે..તો તેની પર કોઇ કાર્યવાહી કેમ નહી?તો જવાબમાં કુરેશીએ કહ્યું કેપુલવામા હુમલા પરની જવાબદારી લેવા પર અસમંજસ છે.અહીં અમે જૈશ એ મોહમ્મદના ટોપ લીડર સાથે વાત કરી છે.તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલો તેમણે નથી કરાવ્યો.

મહેમુદ કુરેશીએ એમ કહ્યું કે .યુદ્ધ એ કોઇ સમસ્યાનું સમાધાન નથી.એક બીજા પર મિસાઇલ છોડવાથી સમસ્યાનું સમાધાન ના થઇ શકે.યુદ્ધ કરવું એ આત્મઘાતી પગલું છે.