Not Set/ જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ શુક્રવારે સવારે બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ ત્રાસવાદીઓ પાસેથી હથીયારો મળી આવ્યા હતા. પુલવામા જિલ્લાના અવંતીપોરાના સંગમ વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓને જાણ કરવામાં આવી હતી કે સંગમ વિસ્તારમાં એક ઘરમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે. સુચના મળતા […]

Top Stories India
gdxZKbbxc 6 જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ શુક્રવારે સવારે બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ ત્રાસવાદીઓ પાસેથી હથીયારો મળી આવ્યા હતા.

પુલવામા જિલ્લાના અવંતીપોરાના સંગમ વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓને જાણ કરવામાં આવી હતી કે સંગમ વિસ્તારમાં એક ઘરમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે. સુચના મળતા જ સેનાની 55 આરઆર, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો.

આતંકવાદીઓએ પોતા ઘેરેલા જોઈ સુરક્ષા બળો પર ગોળીબાર કર્યો હતો. જેનો સુરક્ષા બળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે.

આ અગાઉ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે થયેલ ત્રાસવાદી હુમલામાં  સીઆરપીએફ પાંચ જવાનોને શહીદ થયા હતા. આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર પહેલા અંધાધૂંધ ફાયરિંગ કર્યું પછી ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં અનંતનાગના એસ.એચ.ઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટના સ્થળ પર હાજર એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ હતી. જવાબી કાર્યવાહીમાં એક પાકિસ્તાની હુમલાખોર આતંકી ઠાર થયો હતો. આ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન અલ ઉમર મુજાહિદ્દીનને લીધી હતી. જો કે, એવું કહેવામાં અવી રહ્યું છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ છે.