Not Set/ LoC પર કેરી સેક્ટરમાં પાકિસ્તાનનું ફાયરિંગ, અનેક સ્કૂલો કરાવી બંધ

જમ્મુ, જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હવે સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અહેવાલ છે કે એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે. તાજેતરની માહિતી અનુસાર, રાજૌરી જિલ્લામાં એલઓસીને અડીને આવેલા કેરી સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. આ ક્ષેત્રમાં ગઈકાલ રાતથી પાકિસ્તાન સતત ફાયરિંગ કરી […]

Top Stories India
aaaamm 13 LoC પર કેરી સેક્ટરમાં પાકિસ્તાનનું ફાયરિંગ, અનેક સ્કૂલો કરાવી બંધ

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હવે સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અહેવાલ છે કે એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે.

તાજેતરની માહિતી અનુસાર, રાજૌરી જિલ્લામાં એલઓસીને અડીને આવેલા કેરી સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. આ ક્ષેત્રમાં ગઈકાલ રાતથી પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. સાવચેતી રૂપે કેરી સેક્ટરમાં સરહદની આજુબાજુની 3 થી 4 પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગ અંગે યોગ્ય જવાબ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે જ્યારે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ કરવામાં નિષ્ફળ ગયો હતો, ત્યારે હવે તે સૈન્યના માધ્યમથી ભારતીય સરહદના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવા માટે ઉતર્યો છે.

હચમચી ગયેલા પાકિસ્તાને 17 ઓગસ્ટે રાજૌરીના નૌશેરા સેક્ટર અને મેંઢરમાં કૃષ્ણા વેલી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના દ્વારા બંને સેક્ટરમાં મોર્ટાર ચલાવવામાં આવ્યા હતા. જેમાં લાન્સ નાયક સંદીપ થાપા નૌશેરા સેક્ટરમાં શહીદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.