Not Set/ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર બાયોડેટા બદલ્યો,કૉંગ્રેસનું નામ નહિ

પૂર્વ કેંદ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી હજુ પણ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.જયોતરાદિત્ય સિંધિયાએ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના કેંદ્ર સરકારના પગલાનું પણ સમર્થન કરતું ટ્વિટ કર્યું હતું. એ પછી સિંધિયા કોંગ્રેસ છોડે છે એવી અટકળો તેજ થઈ હતી. હવે જયોતિરાદિત્યએ ટ્વિટર પર પોતાનો બાયોડેટા બદલી નાખ્યો છે. હવે તેમનો બાયો […]

Top Stories
aaaamaha 11 જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર બાયોડેટા બદલ્યો,કૉંગ્રેસનું નામ નહિ

પૂર્વ કેંદ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી હજુ પણ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.જયોતરાદિત્ય સિંધિયાએ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના કેંદ્ર સરકારના પગલાનું પણ સમર્થન કરતું ટ્વિટ કર્યું હતું. એ પછી સિંધિયા કોંગ્રેસ છોડે છે એવી અટકળો તેજ થઈ હતી.

હવે જયોતિરાદિત્યએ ટ્વિટર પર પોતાનો બાયોડેટા બદલી નાખ્યો છે. હવે તેમનો બાયો લોક સેવક અને ક્રિકેટ પ્રેમીનો થઈ ગયો છે. આ પહેલાં સિંધિયાની ટ્વિટર પ્રોફાઇલમાં પૂર્વ કેંદ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ લખેલું હતું. હવે જ્યારે સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલ બદલી છે ત્યારે ઘણા સવાલો ઊભા થયા છે. સિંધિયાની આ નવી પ્રોફાઇલમાં કૉંગ્રેસનો ક્યાય ઉલ્લેખ નથી.

aaaamaha 10 જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર બાયોડેટા બદલ્યો,કૉંગ્રેસનું નામ નહિ

જ્યોતિરાદિત્યએ 21 નવેમ્બરે કેન્દ્રીય મંત્રી રાજનાથનો આભાર માનતી ટ્વીટ પણ કરી હતી.છેલ્લા કેટલાક સમયથી સિંધિયાની ટ્વીટ પર ભાજપ સરકારનો મજબૂત વિરોધ પણ જોવા નથી મળતો.

એથી ઊલટું જ્યોતિરાદિત્ય સિંધિયાનાં તાજેતરના દિવસોમાં જ એવાં નિવેદન આવ્યાં હતાં, જેના પરથી એમ લાગતું હતું કે, તેમના અને કોંગ્રેસ વચ્ચે કઈંક ઠીક નથી. સિંધિયાએ દેવા માફી, પૂર રાહત રાશિ માટે સર્વે અને વિજળી કાપની બાબતોમાં પોતાની જ પાર્ટીની કમલનાથ સરકાર પર સવાલો કર્યા હતા. જેના કારણે બીજેપીને પણ કમલનાથ સરકાર પર વાર કરવાની ઘણી તકો મળી હતી.

aaaamaha 9 જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર બાયોડેટા બદલ્યો,કૉંગ્રેસનું નામ નહિ

જયોતરાદિત્ય સિંધિયાએ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના કેંદ્ર સરકારના પગલાનું પણ સમર્થન કરતું ટ્વિટ કર્યું હતું, જેના પર બહુ રાજકિય હોબાળો પણ થયો હતો. ઉલ્લેખનિય છે કે, સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્યો શરૂઆતથી જ તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પ્રદેશમાં કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી સાથે સમર્થકોએ ભોપાલથી લઈને દિલ્હી સુધી પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.