Not Set/ 1 મિનિટમાં 6 ઇડલી ખાઇને 60 વર્ષની વૃદ્ધ મહિલાએ જીતી કોમ્પિટિશન

એક મિનિટમાં તમે કેટલી ઇડલીઓ ખાઈ શકો છો – એક, બે કે ત્રણ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે 60 વર્ષની વૃદ્ધ મહિલા એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં 6 ઇડલી ખાઇ શકે છે. જી હા, કર્ણાટકના મૈસુરુમાં સૌથી ઝડપથી ઇડલી ખાવાની સ્પર્ધામાં, આ મહિલાએ તમામ યુવાનોને પાછળ મૂકીને આ સ્પર્ધા જીતી લીધી. મૈસુરુમાં પ્રખ્યાત […]

India
aaaa 13 1 મિનિટમાં 6 ઇડલી ખાઇને 60 વર્ષની વૃદ્ધ મહિલાએ જીતી કોમ્પિટિશન

એક મિનિટમાં તમે કેટલી ઇડલીઓ ખાઈ શકો છો – એક, બે કે ત્રણ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે 60 વર્ષની વૃદ્ધ મહિલા એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં 6 ઇડલી ખાઇ શકે છે. જી હા, કર્ણાટકના મૈસુરુમાં સૌથી ઝડપથી ઇડલી ખાવાની સ્પર્ધામાં, આ મહિલાએ તમામ યુવાનોને પાછળ મૂકીને આ સ્પર્ધા જીતી લીધી.

મૈસુરુમાં પ્રખ્યાત દશેરા મહોત્સવ અંતર્ગત આ ઇડલી ખાવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા ખાસ મહિલાઓ માટે યોજવામાં આવી હતી. સ્પર્ધકોને એક મિનિટમાં શક્ય તેટલી ઇડલીઓ ખાવાનો ચેલેન્જ આપવામાં આવ્યો હતો. હુલ્લાહલ્લીની સરોજમ્માએ ચેલેન્જ સ્વીકાર્યો અને ઇડલી સૌથી ઝડપથી ખાવામાં સફળતા મળવી.

કર્ણાટકમાં મૈસુરુ દશેરાએ સત્તાવાર રાજ્ય તહેવાર છે અને તેની ઉજવણી 10 દિવસ સુધી ચાલે છે. તે નવરાત્રી પર્વથી પ્રારંભ થાય છે અને વિજયાદશમી (દશેરા) ના દિવસે તહેવારની સમાપ્તિ થાય છે, અનિષ્ટ ઉપર સારાની જીતનો ઉત્સવ. આ સમય દરમિયાન શહેરને શણગારવામાં આવે છે. પ્રખ્યાત મૈસુરુ પેલેસ 1 લાખ નાના બલ્બથી સજ્જ છે, જે તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષિત કરે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.