Not Set/ આવતી કાલે PM મોદી સાબરમતી આશ્રમની લેશે મુલાકાત, કેવી કરશે જાહેરાત?

પીએમ નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવશે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ઓપન ડિફેક્શન ફ્રી ઈન્ડિયા કાર્યક્રમમાં શૌચમુક્ત ભારતની જાહેરાત કરશે. પીએમ મોદીનો તે દિવસનો અમદાવાદ મુલાકાતનો આખો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે, તો તે જાણી લઇએ. પીએમ મોદી […]

Ahmedabad Gujarat
aaaa 17 આવતી કાલે PM મોદી સાબરમતી આશ્રમની લેશે મુલાકાત, કેવી કરશે જાહેરાત?

પીએમ નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવશે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ઓપન ડિફેક્શન ફ્રી ઈન્ડિયા કાર્યક્રમમાં શૌચમુક્ત ભારતની જાહેરાત કરશે.

પીએમ મોદીનો તે દિવસનો અમદાવાદ મુલાકાતનો આખો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે, તો તે જાણી લઇએ. પીએમ મોદી ગાંધી જયંતીનાં દિને સાંજે 6 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાંજે 6.45 કલાકે ગાંધી આશ્રમ ખાતે જશે. જે બાદ તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે.

પીએમ અહીં કોઈ સભાને સંબોધવાના નથી. અહીં માત્ર તેઓની મુલાકાત છે. પીએમ મગન નિવાસ કે જે ચરખા ગેલેરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમજ બાળકો કે જેઓ આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેમાંથી 5 બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે.

કાર્યક્રમમાં ભાગ લેવા અન્ય રાજ્યોના સરપંચો અને કાર્યકરો આવશે. તેમજ ગુજરાતભરમાંથી 10 હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.