Not Set/ કેરળ/ રાતોરાત આ મજૂર બન્યો કરોડ પતિ, જાણો કેટલા કરોડની લાગી લોટરી

કેરળના કન્નુરનો રહેવાસી પેરુન્નન રાજન મજૂરી કામ કરે છે. 10 ફેબ્રુઆરીએ તેમની સાથે કંઈક એવું બન્યું જેણે તેનું જીવન બદલી નાખ્યું. છુટક મજૂરી કરનાર  રાજનને 12 કરોડની લોટરી લાગી ગઈ. ટેક્સ કટ કર્યા બાદ પણ લગભગ 7 કરોડ રૂપિયા તેના ખાતામાં આવશે. રાજને કહ્યું કે તેને હજી પણ આ એક સ્વપ્ન જેવું લાગે છે કે […]

India
Untitled 118 કેરળ/ રાતોરાત આ મજૂર બન્યો કરોડ પતિ, જાણો કેટલા કરોડની લાગી લોટરી

કેરળના કન્નુરનો રહેવાસી પેરુન્નન રાજન મજૂરી કામ કરે છે. 10 ફેબ્રુઆરીએ તેમની સાથે કંઈક એવું બન્યું જેણે તેનું જીવન બદલી નાખ્યું. છુટક મજૂરી કરનાર  રાજનને 12 કરોડની લોટરી લાગી ગઈ. ટેક્સ કટ કર્યા બાદ પણ લગભગ 7 કરોડ રૂપિયા તેના ખાતામાં આવશે. રાજને કહ્યું કે તેને હજી પણ આ એક સ્વપ્ન જેવું લાગે છે કે તે રાતોરાત કરોડપતિ બની ગયો.

મલૂરના થોલાંબરા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજન છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. પરિવારની આર્થિક તંગી હોવા છતાં, તે લોટરીની ટિકિટ ખરીદવાનું ભૂલતો નહતો. તેને વિશ્વાસ હતો કે કોઈ દિવસ તેનું ભાગ્ય બદલાશે.

લોટરી પછી રાજને કહ્યું કે તેણે આટલી મોટી સફળતા વિશે કદી વિચાર્યું નથી. તેમણે કહ્યું કે ગઈકાલે લોટરીનાં પરિણામો જાહેર થયાં ત્યારે તેમને અપેક્ષા નહોતી કે તે વિજેતા બનશે પરંતુ જ્યારે તેણે પરીવાર સાથે પરિણામ જોયા ત્યારે ખુબ જ ખુશ થયો. રાજને જણાવ્યું હતું કે, લોટરીની ટિકિટ બેંકમાં જમા કરાવતાં પહેલાં તેણે ઘણી વખત પરિણામ ક્રોસ ચેક કર્યું હતું.

રાજને કહ્યું કે તે પહેલા થોલાંબરાની સહકારી બેંકનો સંપર્ક કર્યો. ત્યાં અધિકારીઓએ તેમને કન્નુરની જિલ્લા બેંકમાં જવા કહ્યું. ત્યારબાદ તે તેની પત્ની રજની, પુત્ર રીગિલ અને પુત્રી અક્ષરા સાથે બેંક પહોંચ્યો અને ત્યાં ટિકિટ સબમિટ કરી. લોટરીમાં મળેલા પૈસાના ઉપયોગ વિશે પૂછતાં રાજને કહ્યું કે પહેલા તેમની પાસે કેટલીક જવાબદારીઓ છે તે પૂરી કરશે, ત્યારેબાદ આસપાસના જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવા માંગશે.

રાજને કહ્યું કે તે પરસેવાની કિંમત જાણે છે અને તે પણ જાણે છે કે પૈસા કમાવવાનું સહેલું નથી. આવી સ્થિતિમાં તે આ રકમનો વ્યય થવા દેવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.