Not Set/ EC એ સાધ્વી પ્રજ્ઞા પાસે ગોડસેને દેશભક્ત કહેવા બદલ માંગ્યો જવાબ

મધ્ય પ્રદેશની ભોપાલ બેઠકથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુખ્ય ચૂંટણી પંચે સાધ્વીના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેતા નિવેદન પર મધ્ય પ્રદેશ ચૂંટણી પંચથી રીપોર્ટ માંગ્યા છે. ચૂંટણી પંચે એમપીના ચુંટણી અધિકારીથી આજની સાંજ સુધી ‘ વાસ્તવિક અહેવાલ’ આપવાનું કહ્યું છે. સીઇઓના અહેવાલના આધારે કમિશન નિર્ણય કરશે કે […]

Top Stories India
ara EC એ સાધ્વી પ્રજ્ઞા પાસે ગોડસેને દેશભક્ત કહેવા બદલ માંગ્યો જવાબ

મધ્ય પ્રદેશની ભોપાલ બેઠકથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુખ્ય ચૂંટણી પંચે સાધ્વીના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેતા નિવેદન પર મધ્ય પ્રદેશ ચૂંટણી પંચથી રીપોર્ટ માંગ્યા છે. ચૂંટણી પંચે એમપીના ચુંટણી અધિકારીથી આજની સાંજ સુધી ‘ વાસ્તવિક અહેવાલ’ આપવાનું કહ્યું છે. સીઇઓના અહેવાલના આધારે કમિશન નિર્ણય કરશે કે આ નિવેદનથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં.

સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી બીજેપીએ બનાવ્યું હતું અંતર

આપને જણવીએ કે પહેલાં સાધ્વી પ્રજ્ઞા પર બાબરી મસ્જિદ પર પોતાનું નિવેદન આપવા માટે ચૂંટણી પંચે ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાધ્વી પ્રજ્ઞા તેના આ વિવાદિત નિવેદન પાછું લેતા કહ્યું છે કે તે અંગત નિવેદન છે અને તેના માટે માફી માંગી છે. તેમણે કહ્યું કે તે આ મુદ્દા પર પાર્ટી લાઇન પર ચાલશે. નાથુરામ ગોડસેને દેશભક્ત કહેતા નિવેદન આપીને પ્રજ્ઞાએ દેશભરમાં કિરકીરી થઇ ગઈ છે. બીજેપી દ્વારા તેના આ નિવેદનથી અંતર બનાવ્યું હતું, જ્યારે વિપક્ષી દળોએ તેના આ નિવેદનની ઘોર નિંદા કરવા સાથે સાથે આ નિવેદનને દેશદ્રોહી નિવેદન તેવું કહ્યું હતું

માફીનામા વાળા વિડીયોમાં સાધ્વી કહ્યું કઈંક આવું

મધ્યપ્રદેશ ભાજપના વાઇસ પ્રેસિડન્ટ વિજેશ લુનાવતે એક વિડીયો જારી કર્યો છે. જેમાં પ્રજ્ઞા કહે છે, “આ મારુ અંગત નિવેદન હતું. હું રોડ શો કરતી હતી.આ દરમિયાન, ભગવા આતંકવાદના પ્રશ્ન વિશે પૂછવામાં આવ્યું. આ મારો ઝડપી જવાબ હતો કારણ કે હું રસ્તા પર હતી. હું કોઈની લાગણીઓને દુઃખી કરવા માંગતી નહોતી. મારા નિવેદનથી જો કોઈની લાગણીઓને દુઃખ થયું છે તો હું માફી માંગુ છું. ”

વિડીયોમાં તેણે કહ્યું, “હું ગાંધીજીનું ખૂબ જ સમ્માન કરું છું. દેશ માટે ગાંધીજીએ જે કર્યું છે તેને ભૂલી શકાય નહીં. મેં ટીવી નથી જોયું, પરંતુ ભાજપના વફાદાર કાર્યકર તરીકે પક્ષની જે લાઈન છે તેને હું અનુસરીશ. ” તેણે કહ્યું, “હું આ નિવેદન માટે માફી માંગું છું.”