મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સંબંધોની હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પત્નીએ તેના પતિની હત્યા ફક્ત એટલા માટે કરી હતી કે તે તેની અને તેના પ્રેમી વચ્ચે આવી રહ્યો હતો.
મામલો 4 સપ્ટેમ્બરનો છે. ભોપાલના બગસેવનિયા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સુરેન્દ્રને તેની પત્ની એમ્સ ભોપાલ સાથે લઈને આવી હતી પત્નીએ કહ્યું કે તેના પતિને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તે બેહોશ થઈ ગઈ ગયો હતો. જ્યારે ડોક્ટરોએ હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સુરેન્દ્રને હોસ્પિટલમાં લાવવા આવ્યો તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે પત્નીને ડેડબોડીનું પોસ્ટ મોર્ટમ માટે પૂછ્યું તો તેણે ના પાડી દીધી હતી.
જો કે, ડોકટરો સહમત ન થયા અને બગસેવનિયા પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે આ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે જીવનસાથી વચ્ચે કંઈક અણબનાવ છે. તો ત્યારે જ હોસ્પિટલમાં સુરેન્દ્રના શરીર પરના નિશાન જોતાં પોલીસને આ મામલો પહેલાથી જ શંકાસ્પદ લાગ્યો હતો.
જાણો કઈ રીતે થયો ખુલાસો
આ કેસ શંકાસ્પદ હોવા છતાં પોલીસે ઉતાવળ કરવી નહોતી માંગતા. તેથી, પત્નીની વધુ પૂછપરછ કરવામાં આવી નહોતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનું શરૂ કરી દીધું હતું. 5 સપ્ટેમ્બરના રોજ, જ્યારે એમ્સ તરફથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે આ કેસ હાર્ટ એટેકથી નહીં પણ હત્યાનો હતો, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સુરેન્દ્રની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.
આ પછી પોલીસે મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતાં આ મામલે કલમ 302 લાગુ કરી હતી, ત્યારબાદ તેણે પતિની હત્યાની કબૂલાત આપી હતી. તેણે જણાવ્યું કે તેનું સિહોર જિલ્લામાં રહેતા રાજેશ સાથે પ્રેમ સંબંધ છે, જેને તેના પતિએ પકડ્યો હતો અને તે બંને વચ્ચે આવી રહ્યો હતો, તેથી તેણે પતિની ગળું દબાવ્યું હતું અને તેના પ્રેમી રાજેશની સાથે મળીને હત્યા કરી હતી. પત્નીના ગુનાની કબૂલાત કર્યા બાદ તેના પ્રેમી રાજેશની પણ પોલીસે ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
